વડોદરા શહેરની સ્થાપનાના 511મા વર્ષની ઉજવણી સમાંતરે વિશ્વ ધરોહર સપ્તાહની ઉજવણી નિમિત્તે શુક્રવારે સાઇકલિંગ દ્વારા શહેરની વિવિધ વાવોની મુલાકાત કરવામાં આવતાં આ વાવ પૈકીની કેટલીક વાવમાં કચરો અને ગંદું પાણી જોવા મળ્યું હતું ફરગોટન સ્ટેપવેલ નામની સાઇકલ વોકમાં નવગ્રહ મંદિર પાસેની વાવમાં તો જૂતાં, પ્લાસ્ટિકની થેલી, થર્મોકોલ સહિતનો સામાન જોવા મળ્યો હતો.
આ ઉપરાંત અન્ય એક કાર્યક્રમમાં ભવાઇ એઝ એન આર્ટ ફોર્મમાં ડો. મહેશ ચંપકલાલનો નિસર્ગ ત્રિવેદી સાથેનો સંવાદ યોજાયો હતો. કોઠી ચાર રસ્તા પાસે અતુલ શાહે પોતાના નિવાસ સ્થાને પાણીના ઘડાઓના કલેક્શનનું પ્રદર્શન યોજ્યું છે. જ્યારે તાંદલજા રોડ પાસેની આનંદવન સોસાયટીમાં તૃષાર રાણાના નિવાસ સ્થાને વીડિયોગેમ્સનું પણ કલેક્શન નિહાળવાની તક શહેરીજનોને મળશે. જ્યારે બરોડા મ્યુઝિયમ ખાતે અતુલ પડિયા અને મહેશ પડિયા દ્વારા પણ ફોટોગ્રાફી એક્ઝિબિશનનો પ્રારંભ કરાયો છે.
યવતેશ્વર મંદિર ખાતે ફોટોગ્રાફર ધર્મેશ રાજપૂતની ક્લિક પરિક્રમા નિહાળી શકશે. વડોદરાના લોકો માટે ક્લિક યોર હેરિટેજ વિશે ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરાયું છે, જેમાં લોકો 27 નવેમ્બરે સવારે 9 વાગ્યા સુધીમાં ફોટોગ્રાફ્સ મોકલવાના છે. જેમાં વડોદરાના હેરિટેજના ફોટોગ્રાફ્સને ક્લિક કરીને મોકલવાના છે.
દેશ વિદેશની ચોકલેટનાં 600 રેપર સાથેનું પ્રદર્શન
સુભાનપુરાના કમ્યૂનિટી સાયન્સ સેન્ટર ખાતે દેશ વિદેશની 600થી વધુ ચોકલેટના રેપર્સ પ્રદર્શીત કરવામાં આવ્યાં છે. મૂળે શિક્ષક અને રેપરનો સંગ્રહ કરનાર જયંતી ચાવડાએ જણાવ્યું કે, આ રેપરમાં ભાગ્યે જ જોવા મળે તેવું ષષ્ટકોણીય રેપર અને આયુર્વેદ ચોકલેટ સહિતના વિવિધ રસપ્રદ રેપર્સ છે.
શનિવારના કાર્યક્રમો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.