તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી શરૂઆત:વડોદરામાં કોરોના-મ્યુકોરમાઇકોસિસના દર્દીઓના ડાયેટ પ્લાનના માર્ગદર્શન માટે હેલ્પલાઇન શરૂ કરાશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરનાં કો-ઓર્ડિનેટર પ્રો. કોમલ ચોહાણ - Divya Bhaskar
ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરનાં કો-ઓર્ડિનેટર પ્રો. કોમલ ચોહાણ
  • હોમ સાયન્સ ફેકલ્ટીના ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરમાં ડાયેટ અંગે ઇન્કવાયરી વધી

મ.સ.યુનિ.ની હોમ સાયન્સ ફેકલ્ટીમાં ચાલતા ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરમાં કોવિડ ડાયેટ પ્લાન પછી મ્યુકોરમાઇકોસિસમાં સર્જરી બાદ તબીબોએ કયો ખોરાક આપવો તેની માહિતી માગી રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના દર્દી વધતાં પ્રોટીનયુક્ત આહાર માટે દર્દીના સ્વજન પણ ડાયેટ પ્લાનના આધારે ખોરાક આપી રહ્યા છે. સર્જરીના પગલે લિક્વિડ ડાયેટ પ્લાન અપાઈ રહ્યો છે. દર્દીના વજન અને રિપોર્ટના આધારે ડાયેટ બને છે. આ અંગે ઇન્કવાયરી વધતા હેલ્પલાઇન શરૂ કરવા નિર્ણય કરાયો છે.

દર્દીઓને પાઇપથી ખોરાક આપવો પડે છે તેથી પ્લાન જરૂરી
કોરોનામાં સેન્ટર દ્વારા કોવિડ ડાયેટ પ્લાન સહિત પોસ્ટ કોવિડ ડાયેટ પ્લાન અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને સેવા અપાઈ છે. ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટરનાં કો-ઓર્ડિનેટર પ્રો.કોમલ ચોહાણે જણાવ્યું કે, મ્યુકોરમાઇકોસિસના દર્દીઓમાં વધારો થતાં તબીબો દ્વારા ડાયેટ પ્લાન અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને સર્જરી બાદ દર્દીઓને પાઇપ વાટે લિક્વિડ ખોરાક આપવાનો હોય છે, જેમાં કેટલી માત્રામાં કઇ વસ્તુઓ આપી શકાય તે વિશે ડાયેટ પ્લાન બનાવીને આપવામાં આવે છે. દર્દીના વજન અને રિપોર્ટના આધારે ડાયેટ પ્લાન બનાવી આપવામાં આવે છે.

ડાયેટમાં આ ચીજોનો સમાવેશ

  • મગનું પાણી
  • ફૂટ જ્યૂસ
  • થીક શેક
  • પાણીમાં પાતળી રાબ
  • વેજિટેબલ સૂપ
  • વિવિધ પાતળી દાળ
  • નારિયેળ પાણી

રિપોર્ટને આધારે બનાવાય છે ડાયેટ પ્લાન
કોરોના સંક્રમિત દર્દીના સ્વજનો દ્વારા કોઇ પણ સમયે મેસેજ કરાય તો તેમને ડાયેટ પ્લાન મોકલી સમજાવાય છે. જો ડાયેટને લગતી કોઇ સમસ્યાઓ હોય તો તેની જાણકારી પણ આપવામાં આવે છે. દર્દીઓના રિપોર્ટના આધારે તેમને ડાયેટ પ્લાન અપાય છે. આ સિવાય ડોક્ટરો પણ પેશન્ટ માટે ડાયેટ પ્લાન માગે છે.- પ્રો.કોમલ ચાૈહાણ, કો-ઓર્ડિનેટર, ન્યુટ્રિશન કાઉન્સેલિંગ સેન્ટર

અન્ય સમાચારો પણ છે...