તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ સાથે તેમના સ્વજનો વાતચીત કરી શકે તે માટે 3 મહિના પહેલા કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓ સાથે તેમના સ્વજનો ઓડિયો અને વિડિયો કોલથી વાતચીત કરી શકે છે. આમ હેલ્પ ડેસ્ક દર્દી અને તેમના સ્વજનો વચ્ચે સેતુ બની છે અને છેલ્લા 3 મહિનામાં 12,176 વિડિયો અને ઓડિયો કોલ મારફતે દર્દીઓ અને સ્વજનો જોડાયેલા રહ્યા છે.
હેલ્પ ડેસ્કમાં 12થી 13 સ્માર્ટ ફોન આપવામાં આવ્યા હતા
કોરોનાના દર્દીએ સારવાર દરમિયાન હોસ્પિટલમાં એકલા રહેવાનું હોય છે. આ રોગની ચેપી પ્રકૃતિના લીધે સ્વજનો સારસંભાળ માટે દર્દીની સાથે રહી શકતા નથી અને દવાખાનાનો સ્ટાફ જ સારસંભાળ રાખે છે. આ પરિસ્થિતિમાં દર્દી એકલતા અનુભવે અને તેના સ્વજનો ચિંતા અનુભવે એ સ્વાભાવિક છે. જેના ઉકેલ રૂપે સહૃદયતા દાખવીને સયાજી હોસ્પિટલની કોવિડ સુવિધાના કંટ્રોલ રૂમની મદદથી દર્દીઓના સ્વજનોને તેમના સારવાર હેઠળના કુટુંબીજન સાથે વિડિયો અને ઓડિયો કોલથી વાત કરવાની, તેમના હાલચાલ જાણવાની અને ખબર અંતર પૂછવાની ખાસ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ હેતુસર ઉપયોગ કરવા માટે ખાસ 12થી 13 સ્માર્ટ મોબાઈલ સેટ પણ આપવામાં આવ્યા હતા.
ઓગસ્ટમાં 2181, સપ્ટેમ્બરમાં 4310, ઓક્ટોબરમાં 5148 વિડિયો અને ઓડિયો કોલ થયા
સયાજી હોસ્પિટલમાં વહીવટી નોડલ અધિકારી ડો. ઓ.બી. બેલીમે જણાવ્યું હતું કે, ઓગસ્ટથી લઈને નવેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં કુલ 12176 જેટલા વિડિયો અને ઓડિયો કોલની મદદથી કંટ્રોલ રૂમ અને હેલ્પ ડેસ્ક દ્વારા દર્દીઓ અને તેમના સ્વજનો વચ્ચે સંપર્ક સેતુ સ્થાપવામાં મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે. માત્ર શહેરી નહીં પણ છોટાઉદેપુર, કવાંટ અને મધ્યપ્રદેશ જેવા દૂરના વિસ્તારોના દર્દીઓને આ સેવા હેઠળ ઓગસ્ટમાં 2181, સપ્ટેમ્બરમાં 4310, ઓક્ટોબરમાં 5148 અને 4 નવેમ્બર સુધી 537 વિડિયો ઓડિયો કોલની સેવા આપવામાં આવી છે.
3470 વિડિયો અને 8706 ઓડિયો કોલથી સ્વજનોએ દર્દીઓની ભાળ લીધી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કુલ 3470 વિડિયો અને 8706 ઓડિયો કોલથી સ્વજનોએ પોતાના સારવાર હેઠળના કુટુંબીજનો ની ભાળ લીધી હતી, જેમાં કંટ્રોલ રૂમ દ્વારા સંપર્ક સેવા આપવામાં આવી હતી. આ સેવાનો લાભ ડેસ્ક પર આવનારા અને જેની પાસે પોતાનો ફોન ના હોય એમને પણ સરકારી ફોનથી આપવામાં આવ્યો છે. તેની સાથે કંટ્રોલ રૂમ ખાતે દર્દીના કપડા, નાસ્તો સ્વજનો પાસેથી લઇને જે-તે દર્દીને પહોંચાડવાનું અને સ્વજનોને વાત કરાવી મળી ગયાની ખાત્રી કરાવવાની સેવા પણ આપી છે. જૂન મહિનાથી સંચાલિત આ સેવાના 24 કલાક સંચાલનમાં પી.એસ.એમ. વિભાગના વડા ડો. સંગીતાબેન પટેલની દોરવણી હેઠળ સાથી તબીબો એ નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને આપી રહ્યા છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.