તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘ મહેર:વડોદરામાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાયા, સાવલી પંથકમાં પણ વરસાદી માહોલ

વડોદરા24 દિવસ પહેલા
સાંજના સમયે વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતાં
  • 16 જુલાઇ સુધી વડોદરા શહેરમાં 3થી 5 ઈંચ સુધી મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના

વડોદરા શહેરમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજે ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. શહેરમાં સાંજના સમયે વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતાં. વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી હતી. જોકે, વરસાદ પડ્યાં પહેલા દિવસ દરમિયાન ભારે બફારાનો અનુભવ લોકોએ કર્યો હતો.

આખા દિવસના ઉકળાટ બાદ સાંજે વરસાદ પડ્યો
અષાઢી બીજના દિવસે આજે સવારે વરસાદ વરસ્યા બાદ આખો દિવસ ઉકળાટ રહ્યો હતો. જેને પગલે શહેરીજનો ગરમીથી ત્રસ્ત થઇ ગયા હતા. જોકે, સાંજના સમયે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઇ હતી. જેને પગલે લોકોએ ગરમીથી રાહત થઇ હતી. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સાવલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.

વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી
વરસાદના પગલે લોકોને ગરમીમાંથી રાહત અનુભવી

16 જુલાઇ સુધી શહેરમાં 3થી 5 ઈંચ સુધી મધ્યમથી ભારે વરસાદની સંભાવના
હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, 16 જુલાઇ સુધી શહેરમાં 3થી 5 ઈંચ સુધી મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. જેના મુખ્ય પરીબળોમાં ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બોર્ડ પર મોન્સૂન ટ્રફ નીચે આવ્યો હોવાનું અને દક્ષિણ ગુજરાતની આસપાસ જમીનથી 3.5 કિલોમીટર ઉપર પૂર્વ-પશ્ચિમના પવનો મધ્યલેવલે ભેગા થતા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદ વરસશે.

સાવલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો
સાવલી પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા
અન્ય સમાચારો પણ છે...