તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:વડોદરામાં ભારે પવન અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વડોદરા3 મહિનો પહેલા
વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં
  • રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા

વડોદરા શહેરમાં આજે સાંજે અચાનક ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતા. જોકે ગરમીના અસહ્ય ઉકળાટ બાદ આજે ફરીથી વરસાદનું આગમન થતાં લોકોએ રાહત અનુભવી હતી.

નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા
વડોદરા શહેરના રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સામાન્ય વરસાદમાં પણ વડોદરા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જાય છે, ત્યારે આજે ભારે વરસાદ થતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા.

કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેદાનમાં વરસતા વરસાદમાં જ યુવાનો ક્રિકેટની મજા લેતા જોવા મળ્યા હતા
કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેદાનમાં વરસતા વરસાદમાં જ યુવાનો ક્રિકેટની મજા લેતા જોવા મળ્યા હતા

સાંજના સમયે વરસાદ થતાં ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા
વડોદરામાં સાંજે 5 વાગ્યા પછી અચાનક વરસાદ શરૂ થતાં નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા અને રસ્તામાં જ અટવાઇ ગયા હતા. જોકે, કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેદાનમાં વરસતા વરસાદમાં જ યુવાનો ક્રિકેટની મજા લેતા જોવા મળ્યા હતા.

ભારે પવન અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થયો
ભારે પવન અને કડાકા ભડાકા સાથે ભારે વરસાદ થયો
નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા
નોકરી-ધંધા પરથી ઘરે જતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા
રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા
અન્ય સમાચારો પણ છે...