તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ફેબ્રુઆરી પ્રારંભે ગરમીનો પ્રકોપ, પારો 33.8 ડિગ્રી, આજે લઘુતમ તાપમાન 13 ડિગ્રી જેટલું રહેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • દિવસે ગરમી ને રાત્રે ઠંડીથી બેવડી ઋતુનો અહેસાસ

જાન્યુઆરી મહિનાના અંતમાં કોલ્ડ વેવની અસર બાદ ફેબ્રુઆરી મહિનાની શરૂઆત થવાની સાથે જ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 33.8 ડિગ્રી નોંધાયો હતો. જે સોમવારની સરખામણીમાં 1.8 ડિગ્રી વધારે હતો. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયો હતો.

રાત્રીના સમયે ઠંડીનો પારો 13 ડિગ્રી નોંધાયો હતો, જેથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. દિવસે ગરમી અને રાત્રી ઠંડીની બેવડી ઋતુનો અનુભવ છેલ્લા 2 દિવસથી શહેરીજનો કરી રહ્યા છે. પવનની ગતિમાં ઘટાડો થતાં ઠંડીમાં રાહત જોવા મળી રહી છે.

પવનની ગતિ 5 કિમીની ઝડપે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી નોંધાઇ હતી. હવાનું દબાણ 1013.6 મિલિબાર્સ નોંધાયું હતું. સવારે ભેજનું પ્રમાણ 78 ટકા અને સાંજે 38 ટકા નોંધાયું હતું. બુધવારે લઘુતમ તાપમાનનો પારો 13 થી 14 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો