લૂ વરસી:ગરમીનો પારો 43 ડિગ્રી પણ 45 ડિગ્રીનો અનુભવ

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુધવારે બપોરે તાપને કારણે આર. સી. દત્ત રોડ સુમસામ બન્યો હતો. - Divya Bhaskar
બુધવારે બપોરે તાપને કારણે આર. સી. દત્ત રોડ સુમસામ બન્યો હતો.
  • ગત વર્ષ કરતા મે માં પારો 1 ડિગ્રી વધ્યો
  • આજે પણ પજવશે, કાલથી રાહતના એંધાણ

એન્ટિસાયક્લોનિક વિન્ડ પેટર્ન કારણે શહેરમાં બુધવારના રોજ ગરમીનો પારો 43 ડિગ્રી નોંધાયો હતો. જોકે લૂના પગલે રીયલ ફિલ 45 ડિગ્રી જેટલો નોંધાયો હતો. બુધવારે સવારે 11 વાગ્યાથી જ લૂની અસર વર્તાઈ રહી હતી. બપોરે 1 થી 4માં ગરમીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું હતું. ગરમીના કારણે રસ્તાઓ સૂમસામ બન્યા હતા. સતત 3 દિવસથી પારો 42 થી 43 ડિગ્રી સુધી રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.ત્યારે ગુરુવારે પણ આકરી ગરમીની શકયતા છે.

હવામાન શાસ્ત્રી અંકિત પટેલે જણાવ્યું હતું કે, 12 મે સુધી વડોદરામાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી નોંધાશે. જોકે ત્યાર બાદ ગરમીનો પારો થોડો નીચે ઉતરવાની સંભાવના રહેલી છે. વડોદરામાં મે મહિનામાં વર્ષ 2021માં સૌથી વધુ ગરમીનો પારો 42.2 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે વર્ષ 2022માં અત્યાર સુધી ગરમીનો પારો 43 ડિગ્રીથી પણ ઉપર નોંધાયો છે. ત્યારે ગત વર્ષ કરતા મે મહિનામાં ગરમીનો પારો 1 ડિગ્રી વધુ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...