આગાહી:ઝરમર વરસાદ વચ્ચે ગરમી ઘટીને 27 ડિગ્રી, 17 મી સુધી ભારે વરસાદની શક્યતા, વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડકનો અનુભવ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં સંપૂર્ણ દિવસ વાદળોથી ઘેરાયેલા વાદળો વચ્ચે ઝરમર વરસાદ વરસ્યાં કરતાં શહેરમાં ગરમીનો પારો 5.4 ડિગ્રી ઘટી જતા શહેરીજનોને ઠંડકનો અનુભવ થયો હતો. ઝરમર વરસાદ અને વાદળો છવાયેલા રહેતા બુધવારે શહેરીજનોએ હિલ સ્ટેશન જેવો માહોલ ઉભો થયો હતો. વરસાદી સિસ્ટમ સક્રિય થવાના પગલે શહેરમાં 17 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે.

બુધવારના રોજ વહેલી સવારથી જ વાતાવરણમાં વાદળો ઘેરાયેલા હતાં. સમયાંતરે વરસાદ વરસી રહ્યો હતો,જેના કારણે ગરમીનું પ્રમાણ ઘટ્યું હતું. હવામાન વિભાગના ફોરકાસ્ટ મુજબ મહત્તમ તાપમાનનો પારો 27.6 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો 25.2 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 90 ટકા અને સાંજે 92 ટકા નોંધાયું હતું. જ્યારે 8 કિમીની ઝડપે પવનો ફુંકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...