તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Heart Attack, Hole In The Wall Of The Heart, The Young Man Regenerated After 6 Hours Of Surgery After The Heart Size Increased 3 Times

ભાસ્કર વિશેષ:હાર્ટએટેક, હૃદયની દીવાલમાં છીદ્ર, હાર્ટનું કદ 3 ગણું વધી ગયા બાદ 6 કલાકની સર્જરીથી યુવકને મળ્યું નવજીવન

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ખાનગી હોસ્પિટલમાં ASMEની જોખમી સ્થિતિમાં જામનગરના દર્દીને લવાયા હતા

જામનગરના દેવાંગ પવારને 10 દિવસ અગાઉ ખાનગી હોસ્પિટલમાં અર્ધબેભાન જેવી હાલતમાં લવાયા તે અગાઉ તેમને હૃદયરોગનો હુમલો આવી ચૂક્યો હતો. તેમને શ્વાસ લેવામાં તકલીફ હતી અને લોહીનું દબાણ ખૂબ ઓછું હતું. એન્જિયોગ્રાફી કરતાં તબીબોને જાણ થઇ કે, તેમના હૃદયના ડાબી તરફની કોરોનરી આર્ટરી બ્લોક છે અને 60 ટકા સ્નાયુઓને નુકસાન છે.

હૃદયનો ડાબો ભાગ ફૂલીને દડા જેવો થઇ જતાં હૃદયનું કદ 3 ગણું વધ્યું હતું. હૃદયના નીચેના ભાગના ડાબા અને જમણા ક્ષેપકોની દીવાલમાં 10 મિમીનું કાણું પડી જતાં શુદ્ધ અને અશુદ્ધ લોહી એકબીજામાં ભળી રહ્યું હતું. આ સ્થિતિને એન્ટોરો સેપ્ટાલ માયોકાર્ડિયલ ઇન્ફ્રાક્શન (ASME) કહેવાય છે.

બેંકર્સ હાર્ટ હોસ્પિટલના ડો. વિપુલ વાઘેલાએ સર્જરી કરી અને તેમની સાથે ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ ડો. દર્શન બેંકર, ડો.સુવાંકર ઘોષ અને કાર્ડિયો થોરાસિક એન્થેટિસ્ટ ડો. મનોજ સુબ્રમણ્યન જોડાયા હતા. આ સર્જરી 6 કલાક ચાલી હતી. સર્જરીના 8 દિવસ બાદ દર્દીને રજા અપાઇ હતી.

ડો. વિપુલ વાઘેલાએ જણાવ્યું કે, ‘ASMEની સ્થિતિમાં અડધા દર્દીઓ ઘરે જ જીવ ગુમાવે છે. જ્યારે સારવાર શરૂ થયા પછી માંડ 25 ટકા દર્દીઓ જ બચે છે. આ પ્રકારની સ્થિતિ ખૂબ જ દુર્લભ હોય છે અને સંભવત: વડોદરામાં પહેલીવાર આવી સર્જરી થઇ હશે.’

આ રીતે 6 કલાકમાં દર્દીની સર્જરી કરાઈ
1. પહેલો 1.5 કલાક : દર્દીને એનેસ્થેસિયા આપીને બેભાન કર્યા બાદ હૃદયને કામચલાઉ રીતે બંધ કરાય છે અને હૃદયને હાર્ટ લંગ મશીન પર મૂકવામાં આવે છે.
2. 1.5 કલાકથી 4 કલાક : ડાબી બાજુના ક્ષેપકની દીવાલનું ડોર પ્રોસિજર કરીને રિપેરિંગ કરાયું. બંને ક્ષેપક વચ્ચેના 10 મિમીના કાણાને ઇન્ફેક્ટ એક્સક્લુઝન ટેક્નિકથી બંધ કર્યું.
3. 4થી 5 કલાક : હૃદયનું ડાબું ક્ષેપક બંધ કર્યું, તેમાં સિન્થેટિક પેચ મૂકવામાં આવ્યો. આ પેચ 25થી 30 મિમીનો મૂકવો પડ્યો હતો. ક્ષેપકને સેન્ડવિચ ટેક્નિકથી બંધ કર્યું.
4. 5માંથી 6ઠ્ઠો કલાક : હૃદયમાંથી વધારાની હવા બહાર કાઢવી અને હૃદયના હિસ્સાને બહારથી બંધ કરવું અને હૃદયને મૂળ સ્થિતિમાં ચાલુ કરવું.

અન્ય સમાચારો પણ છે...