ખળભળાટ:અશોક જૈનની જામીનની સુનાવણી અન્ય કોર્ટમાં કરો: પીડિતાની અરજી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અરજીમાં સરકારી વકીલ અને ન્યાયાધીશ પર આક્ષેપો કરાતાં ખળભળાટ
  • સાંજે વિડ્રો માટેની અરજી આપી : આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

ચકચાર ભર્યા ગોત્રી દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અશોક જૈને જામીન અરજી દાખલ કર્યાં બાદ આજે તેની સુનાવણી થવાની હતી ત્યારે ભોગ બનનારી યુવતીએ ન્યાયાધીશ તેમજ સરકારી વકીલ પર આક્ષેપો કરતી અરજી આપીને જામીન અરજીની સુનાવણી માટે કોર્ટ ટ્રાન્સફરની અરજી આપતાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, સાંજે યુવતીએ અરજી પરત ખેંચવા માટેની અરજી આપી હતી પરંતુ આરોપી પક્ષે અરજી પર હિયરિંગની માંગણી કરતાં મંગળવારે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં તેની સુનાવણી હાથ ધરાશે.

ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટ,કાનજી મોકરીયાની ધરપકડ કરાઈ હતી ત્યારબાદ અશોક જૈનની પણ ધરપકડ કરવામાં આવે્ી હતી.ઉલ્લેખનીય છે કે, ગોત્રી દુષ્કર્મ કેસમાં અગાઉ કાનજી મોકરીયાની જામીન અરજી મંજૂર થઇ ચૂકી છે. તાજેતરમાં આરોપી અશોક જૈને પણ જામીન અરજી મુકતાં તેની આજે સુનાવણી થવાની હતી.

દરમિયાનમાં આજે ભોગ બનનારી યુવતીએ અગાઉ આરોપી કાનજી મોકરીયાની જામીન અરજી મંજૂર થઇ હોય તેણે જે કોર્ટમાં જામીન અરજીની સુનાવણી થવાની છે તે કોર્ટ પર તેમજ સરકારી વકીલ પર ભરોસો ન હોવાના આક્ષેપો કરી જામીન અરજીની સુનાવણી માટે કોર્ટ ટ્રાન્સફર માટેની અરજી આપી હતી.જેથી ચકચાર મચી ગઇ હતી.

અરજદારના એડવોકેટ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ભોગ બનનારે અરજી આપ્યાં બાદ જામીન અરજીની સુનાવણી તા,.11મીએ રાખવાનું ઠરાવ્યું હતું અને અમે પણ પક્ષકાર હોવાના કારણે કોર્ટ ટ્રાન્સફર માટેની જે અરજી થઇ છે તેની સુનાવણી માટેની અરજી કોર્ટમાં આપતાં તેની સુનાવણી મંગળવારે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...