તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્મશાનોનાં ભયાવહ દૃશ્યો:વડોદરાનાં સ્મશાનોમાં અસ્થિ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા, કોરોનાના મૃતકોનાં અસ્થિ લેવા જતાં પરિવારજનો પણ ડરે છે

વડોદરાએક મહિનો પહેલા
વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનોમાં અસ્થિઓના ઢગલાઓ થઇ રહ્યા છે
  • સ્મશાનમાં કામ કરનારા સ્વયંસેવકો ચિતાઓ ખાલી કરવા અસ્થિઓને ભેગી કરીને પોટલાં બનાવી રહ્યા છે
  • વડોદરાનાં સ્મશાનોમાં પોટલાંમાં બંધ અસ્થિઓ મોક્ષપ્રાપ્તિની રાહ જોઈ રહ્યાં છે
  • સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જતા લોકો ગભરાય છે

વડોદરા શહેરમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતાં સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. કોરોનામાં મૃત્યુઆંક વધી જતાં સ્મશાનોમાં 24 કલાક સળગી રહેલી ચિતાઓને કારણે સર્જાતાં ભયાનક દૃશ્યોને કારણે અસ્થિઓ લેવા જવા માટે પણ પરિવારજનો ગભરાઈ રહ્યાં છે.

સ્વજનોનાં અસ્થિ ન લઈ જતાં સ્વયંસેવકો પોટલામાં બાંધી દે છે
સામાન્ય રીતે હિન્દુઓમાં અગ્નિસંસ્કારના ત્રીજા દિવસે અસ્થિઓ લેવા માટે પરિવારના સભ્ય સ્મશાનમાં જતા હોય છે અને અસ્થિઓને લઈ ચાણોદ નર્મદા ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક એનું વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષપ્રાપ્તિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ કોરોનામાં મૃત્યુ પામતા સ્વજનનાં અસ્થિ વિસર્જન માટે પરિવારના સભ્યો અસ્થિઓ લેવા માટે ન આવતાં સ્મશાનમાં કામ કરી રહેલા સ્વયંસેવકો દ્વારા ચિતાઓ ખાલી કરવા માટે એને ભેગાં કરી પોટલા બનાવી રહ્યા છે.

સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જનારા પણ ગભરાય છે.
સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જનારા પણ ગભરાય છે.

ચિતા ખાલી થયા બાદ વેઇટિંગમાં રહેલા મૃતદેહોના અંતિમસંસ્કાર થાય છે
વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત વિવિધ સ્મશાનોમાં કોરોનાના દર્દીઓના અંતિમસંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના અંતિમસંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી થયા બાદ વેઇટિંગમાં રહેલા મૃતદેહોના અંતિમસંસ્કાર આપવામાં આવી રહ્યા છે.

કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતાં સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા.
કોરોનાને કારણે મૃત્યુ પામેલા સ્વજનનાં અસ્થિ લેવા માટે પરિવારજનો ન આવતાં સ્મશાનોમાં એનાં પોટલાંના ઢગલા થઈ ગયા.

ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જનારા લોકો ગભરાઈ રહ્યા છે
કોરોના સિવાયની બીમારીથી મૃત્યુ પામતા લોકો પણ પોતાના સ્વજનને અંતિમસંસ્કાર કરવા માટે સ્મશાનોમાં જતાં ગભરાઇ રહ્યા છે. કોરોના સિવાયની બીમારીથી મૃત્યુ પામતા સ્વજનનાં અસ્થિ લેવા જનારા કેટલાક પરિવારો ગભરાઇ રહ્યા છે. સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાનાં ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જવા માટે પણ લોકો ગભરાઈ રહ્યા છે.

અંતિમસંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે.
અંતિમસંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે.

ચાણોદમાં પણ અસ્થિ વિસર્જન માટે ધસારો જોવા મળી રહ્યો છે
ઉલ્લેખનીય છે કે ઘાતક બનેલા કોરોનામાં દિવસે ને દિવસે મૃત્યુઆંકમાં થઈ રહેલા વધારાના પુરાવા સ્મશાનોમાં અસ્થિઓનાં પોટલાંના ઢગલા શહેરમાં વધેલા કોરોના મૃત્યુઆંકને પુરવાર કરી રહ્યા છે. કોરોનાના મૃત્યુઆંકમાં થઇ રહેલા વધારાને પગલે કેટલાક લોકો પોતાના સ્વજનને મોક્ષપ્રાપ્તિ થાય એ માટે અસ્થિ લઈને ચાણોદ નર્મદા ખાતે જતા હોય છે, ત્યારે ત્યાં પણ અસ્થિ વિસર્જન માટે ધસારો જોવા મળી રહ્યો છે.

સ્વજનોનાં અસ્થિ ન લઈ જતાં સ્વયંસેવકો એને પોટલામાં બાંધી દે છે.
સ્વજનોનાં અસ્થિ ન લઈ જતાં સ્વયંસેવકો એને પોટલામાં બાંધી દે છે.

પોટલાંમાં બંધ અસ્થિઓ મોક્ષપ્રાપ્તિની રાહ જોઈ રહ્યાં છે
વડોદરામાં હાહાકાર મચાવી રહેલા કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી સ્મશાનોમાં મૃતકોના અંતિમસંસ્કાર માટે કતારો લાગી રહી છે. વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત જ્યાં કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે એ તમામ સ્મશાનોમાં અસ્થિઓ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા છે. પોટલાંમાં બંધ અસ્થિઓ મોક્ષપ્રાપ્તિની રાહ જોઇ રહ્યાં છે.

સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જનારા લોકો પણ ગભરાઈ રહ્યા છે.
સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી ભયાવહ દૃશ્યો જોઈને અસ્થિઓ લેવા જનારા લોકો પણ ગભરાઈ રહ્યા છે.

શહેર ભાજપે સામૂહિક અસ્થિ વિસર્જન માટે બીડું ઝડપ્યું
સ્મશાનોમાં અસ્થિઓના વધી રહેલાં પોટલાં અને ચાણોદ નર્મદા ખાતે અસ્થિ વિસર્જન માટે થઇ રહેલા ધસારાને પગલે શહેર ભાજપે સામૂહિક અસ્થિ વિસર્જન માટે બીડું ઝડપ્યું છે.

. વડોદરાના ખાસવાડી સ્મશાનમાં કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
. વડોદરાના ખાસવાડી સ્મશાનમાં કોરોનાના મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
તમામ સ્મશાનોમાં અસ્થિઓ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા.
તમામ સ્મશાનોમાં અસ્થિઓ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો