તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Health Minister Nitin Patel Rushes To Vadodara As Koro Transition Escalates, Police Arrest Congress Councilor Before Handing Over Application

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અટકાયત:​​​​​​​વડોદરામાં કોરોના સંક્રમણ વધતા આરોગ્ય મંત્રી નીતિન પટેલ દોડી આવ્યા, આવેદનપત્ર આપે તે અગાઉ કોંગ્રેસના કાઉન્સિલરને પોલીસે ઝડપ્યા

​​​​​​​વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના કાઉન્સિલર ઘરેથી બહાર નીકળે તે સમયે જ પોલીસે અટકાયત કરી હતી. - Divya Bhaskar
કોંગ્રેસના કાઉન્સિલર ઘરેથી બહાર નીકળે તે સમયે જ પોલીસે અટકાયત કરી હતી.
  • નીતિન પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક યોજી

વડોદરામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે વડોદરા દોડી આવેલા નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને આવેદનપત્ર આપવા માટે જઈ રહેલા કોંગ્રેસ કાઉન્સિલર અમીબેન રાવત અને તેમના પતિ નરેન્દ્ર રાવતની પોલીસે તેમના નિવાસ સ્થાનેથી અટકાયત કરી દીધી હતી.

બે કલાક બેઠક ચાલી
વડોદરા શહેરમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોના કેસોને પગલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વડોદરા ખાતે દોડી આવ્યા હતા અને સર્કિટ હાઉસ ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. અને વડોદરામાં કરોનાની સ્થિતી અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.સર્કિટ હાઉસમાં બપોરે 12 કલાકે શરૂ થયેલી બેઠકોનો દોર બે કલાક ઉપરાંત ચાલ્યો હતો.

મૃત્યુઆંકમાં વધારો
વડોદરામાં ચિંતાજનક કોરોનાના કેસો વધી રહ્યા છે. તે સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. જોકે તંત્ર દ્વારા કોરોનાનામાં થયેલા વધારો અને મૃત્યુ થઈ રહેલા વધારાને છુપાવવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમના કોંગ્રેસના કાઉન્સિલર પત્ની અમીબેન રાવત બે દિવસ પૂર્વે વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત જે સ્મશાનોમાં કોરોનાના કારણે અવસાન પામતા લોકોના અંતિમ સંસ્કાર થાય છે. તેવા સ્મશાનોની મુલાકાત લીધી હતી.

કોરોના સંક્રમણ અંગેની રજૂઆત નાયબ મુખ્યમંત્રીને કરતા અટકાવવામાં આવ્યાં હતાં.
કોરોના સંક્રમણ અંગેની રજૂઆત નાયબ મુખ્યમંત્રીને કરતા અટકાવવામાં આવ્યાં હતાં.

સાચા આંકડા રજૂ કરવા માગ
કલાકો સુધી સ્મશાનોમાં રોકાયા બાદ એવો આક્ષેપ કર્યો હતો કે, 24 કલાકમાં 28 લોકોના મૃત્યુ કોરોના કારણે થયો છે. કોંગ્રેસ અગ્રણી નરેન્દ્ર રાવત અને તેમના પત્ની અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો. વડોદરામાં કોરોનાના કેસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે ચિંતાજનક બાબત છે. સાચા આંકડા બતાવવામાં આવે તો લોકોમાં જાગૃતિ આવશે અને બિનજરૂરી ઘરની બહાર નીકળતા અટકશે તંત્ર દ્વારા કોરોનાના કેસોના સાચા આંકડા અને મરણ પામતા લોકોના સાચા આંકડા આપવામાં આવે તેવી માગણી કરી હતી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયાં હતાં.

નિવાસ સ્થાનેથી અટકાયત
દરમિયાન આજે વડોદરામાં બધી રહેલા કોરોના ના કેસો ના પગલે દોડી આવેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલને વડોદરામાં ફાટી નીકળેલાના અંગેની સાચી ખેતી નો ચિતાર આપવા માટે આવેદનપત્ર આપવા માટે જતા પોલીસે કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે રાવત દંપતીની તેઓના નિવાસ સ્થાનેથી અટકાયત કરી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો