આરોગ્ય મેળા:ડેસર અને શિનોરમાં આરોગ્ય મેળાઓ યોજાયા, 4422 લાભાર્થીઓએ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો નિઃશુલ્ક લાભ મેળવ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવ અને આયુષમાન ભારત અંતર્ગત સમગ્ર જિલ્લામાં આરોગ્ય મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ડેસર અને શિનોર ખાતે યોજાયેલા આરોગ્ય મેળામાં અનુક્રમે ૫૫૨ અને ૩૯૭ એમ કુલ ૯૪૯ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.ડેસરમાં ૪૦૧ અને શિનોરમાં ૩૯૭ એમ કુલ ૭૯૮ નાગરિકોનું ચેક અપ કરવામાં આવ્યું હતું.

ડેસરમાં ૫૪ અને શિનોરમાં ૩૦૧ એમ કુલ ૩૫૫ આયુષમાન કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, ડેસરમાં ૫૧ અને શિનોરમાં ૬ એમ કુલ ૫૭ ડિજિટલ આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ડેસરમાં ૧૦૨ અને શિનોરમાં ૨૮૧ એમ કુલ ૩૮૩ લોકોને સારવાર આપવામાં આવી. ડેસરમાં ૪૧ અને શિનોરમાં ૧૨ એમ ૫૩ લોકોને ટેલિફોનિક માર્ગદર્શન આપવામાં આવ્યું. ડેસરમાં ૧૪ અને શિનોરમાં ૧૦૦ એમ કુલ ૧૧૪ લાભાર્થીઓને પ્રસુતિલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું.

ડેસરમાં ૨૧ અને શિનોરમાં ૧૮ એમ કુલ ૩૯ ધાત્રી લાભાર્થીઓને બાળકને ધાવણ આપવાની યોગ્ય પધ્ધતિ બાબતે માહિતગાર કરવામાં આવી. ડેસરમાં ૬૧ અને શિનોરમાં ૮૫ સહિત ૧૪૬ નાગરિકોને પરિવાર નિયોજન સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું. ડેસરમાં ૨૯ અને શિનોરમાં ૪ એમ ૩૩ બાળકોને પોલીયો અને ડીટીપી રસીના ડોઝ આપવામાં આવ્યા. ડેસરમાં ૧૯ અને શિનોરમાં ૧૬ સહિત ૩૫ લાભાર્થીઓનું આરટીઆઇ-એસટીડી ચેક અપ કરવામાં આવ્યું. બાળ નિષ્ણાંત દ્વારા ડેસરમાં ૨૧ અને શિનોરમાં ૨૫ સહિત ૪૬ બાળકોને તથા સ્ત્રી રોગ નિષ્ણાંત દ્વારા ડેસરમાં ૧૬ અને શિનોરમાં ૧૨૧ સહિત ૧૩૭ મહિલા લાભાર્થીઓને યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું. ડેસરમાં ૧૧ અને શિનોરમાં ૨૨ સહિત ૩૩ દર્દીઓને ટીબી તથા ડેસરમાં ૩ અને શિનોરમાં એક સહિત ૪ ને લેપ્રસી માર્ગદર્શન-સારવાર આપવામાં આવી.

અંધાપા મુક્તિ માટે ડેસરમાં ૪૨ અને શિનોરમાં ૧૦૯ એમ કુલ ૧૫૧ દર્દીઓને તપાસવામાં આવ્યા. હાઇપર ટેન્શન અને ડાયાબિટીસના ડેસરના ૧૩ તથા શિનોરના ૨૭ સહિત ૪૦ દર્દીઓને, દાંત સંબંધિત સમસ્યાઓ માટે ડેસરના ૨૨ અને શિનોરના ૬ દર્દીઓ એમ ૨૮ તથા ચામડી માટે ડેસરના ૨૨ અને શિનોરના ૮ સહિત ૩૦ દર્દીઓને માર્ગદર્શન-સારવાર અને દવાઓ આપવામાં આવ્યા. ડેસરના ૪૫૩ તથા શિનોરના ૩૦૦ સહિત ૭૫૩ નાગરિકોના લોહીની તપાસ અને ડેસરના ૫ અને શિનોરના ૨૬ સહિત ૩૧ નાગરિકોના એકસ-રે કરવામાં આવ્યા.

ડેસર તાલુકામાં એચઆઇવી-એઇડસ માટે ૧૧ નાગરિકોનું કાઉન્સેલીંગ તથા ૩ નાગરિકોને કેન્સર માટે નિદાન, સારવાર, માર્ગદર્શન કરવામાં આવ્યું. ડેસરમાં ૧૪ નાગરિકોને કાર્ડિયોલોજી અને ૫ દર્દીઓને અસ્થમા, ૯ દર્દીઓને કાન, નાક તથા ગળા માટે નિદાન, સારવાર, માર્ગદર્શન કરવામાં આવ્યું. ડેસરમાં ૯ દર્દીઓને ઇસીજી તથા ૩૪ નાગરિકોને પરિવાર નિયોજન સંબંધિત કિટ આપવામાં આવી. ૧૪ નાગરિકોએ આર્યુવેદિક તથા ૨૧ નાગરિકોએ હોમિયોપેથી સારવાર મેળવી.

મહત્વનું છે કે ડેસર આરોગ્ય મેળામાં ૨,૧૨૨ અને શિનોર આરોગ્ય મેળામાં ૨,૨૯૦ સહિત ૪,૪૧૨ લાભાર્થીઓએ વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનો નિઃશુલ્ક લાભ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...