તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યનુ મહત્વ:આરોગ્ય, આરામ અને કસરતે જ કોરોનાથી બચવામાં મદદ કરી છે

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે 2020માં ઘણા પાઠ શિખવા મળ્યા. આખુ વર્ષ ચિંતામાં વિતાવ્યા બાદ લોકોને વર્ષ 2021થી ઘણી અપેક્ષાઓ છે. કોરોનાએ સમાજમાં દરેક વર્ગના લોકો એક સમાન ગણવાનો પાઠ ભણાવવા સાથે સરળ જીવન જીવતા શિખવ્યું. પરિવારની હુંફ અને બે સમયના ભોજનનું મહત્વ સમજાવ્યું છે. કોરોનાથી બચવા માટે પૈસા અને પાવર કામ ન આવ્યા પરંતુ આરોગ્ય, આરામ અને કસરતે જ આ રોગથી બચાવ્યા છે. તેમ યુવા સ્પિરીચ્યુઅલ મીટમાં માઇન્ડ મંત્ર પર યોજાએલ વેબિનારમાં એમએસયુની એજ્યુકેશન અને સાયકોલોજી ફેકલ્ટીના એજ્યુકેશન વિભાગના ડો. દિપ્તી ઓઝાએ જણાવ્યું હતું.

યુવાનોને સાયન્સ અને આધ્યાત્મિક્તા સાથે જોડવા માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (વિવાયઓ) દ્વારા દર વર્ષે યુવા સ્પિરીચ્યઅલ મિટનું આયોજન કરવામાં આવે છે. જેમા આ વર્ષના દર મહિનાના છેલ્લા રવિવારે 12 વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે. જેમા વર્ષ 2021 દરમિયાન માઇન્ડ મંત્ર, પુષ્ટીમાર્ગ- જીવન જીવવાનો રસ્તો, યુનિક બનવાની 5 ટેક્નિક, આધ્યાત્મિક્તા અને તમે, સફળતાનો માર્ગ, પડકારને તકમાં ફેરવો, શાકાહરી અપનાવો, ભાગવદ ગીતાના પાઠ, મ્યુઝિક થેરેપી, યોગ અને યુથ, મારુ બાળપણ મારા નિયમ અને વર્તમાન જ ખજાનો છે જેવા વિષય પર ચર્ચા કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો