ઘૂંટણ સમા પાણી ભરાયા:વડોદરામાં વરસાદ બાદ પાણીનો નિકાલ નહીં થતાં આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ, સ્થાનિકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા

વડોદરાએક મહિનો પહેલા
સયાજીપુરા ગામના મુખ્ય માર્ગથી લઈને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે
  • આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયેલુ હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે
  • મુખ્ય માર્ગમાં પાણી ભરાઇ જતા શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે

છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં સારો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ, મેઘરાજાની બેટીંગમાં જ સમગ્ર વડોદરા પાણી પાણી થઈ ગયું હતું. વડોદરા શહેરના નજીક આવેલા સયાજીપુરા ગામમાં પણ કંઈક આવા જ દર્શ્યો જોવા મળી રહ્યા છે. આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે. જેમાં ગામના મુખ્ય માર્ગથી લઈને ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાઇ ગયા છે. આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાના કારણે તે બંધ હાલતમાં છે. ત્યારે ગ્રામજનો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યાં છે.

ગ્રામજનોએ ખાનગી હોસ્પિટલ જવાનો વારો આવ્યો
ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે દર વર્ષે ચોમાસાના સમયમાં ગામના મુખ્ય માર્ગ અને આરોગ્ય કેન્દ્રની આસપાસ ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં હોય છે. જેના કારણે ગ્રામજનોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્રનો ઉપયોગ પણ કરી શકાતો નથી, ત્યારે આ ઋતુમાં વધતી બીમારીઓના કારણે ગ્રામજનોએ ખાનગી હોસ્પિટલ જવાનો વારો આવ્યો છે.

આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાના કારણે તે બંધ હાલતમાં છે
આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયું હોવાના કારણે તે બંધ હાલતમાં છે

લાંબા સમય સુધી પાણી ભરાઇ રહેવાથી રોગચાળો ફાટી નીકળે છે
આ ઉપરાંત ઠેર-ઠેર પાણી ભરાયુ હોવાથી લોકોને અવરજવરમાં પણ ભારે મુશ્કેલી સર્જાતી હોય છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, દર વર્ષે ચોમાસામાં આ સમસ્યા સર્જાતી હોય છે છતાં પાણીના યોગ્ય નિકાલ માટે પંચાયત દ્વારા કોઈ યોગ્ય પગલા લેવાતા નથી. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાથી રોગચાળો પણ ફાટી નીકળે છે. ઉપરાંત મચ્છરોનો ત્રાસ પણ વધી જતો હોય છે. 5 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં લોકોને કામ-ધંધાર્થે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત શાળાએ જતાં વિદ્યાર્થીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગ્રામજનો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યાં છે
ગ્રામજનો ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યાં છે

આરોગ્ય કેન્દ્રમાંથી પાણીનો નિકાલ થતાં ઘણા દિવસો લાગી જાય છે
ગ્રામજનોનું કહેવું છે કે, આ આરોગ્ય કેન્દ્રમાંથી પાણીનો નિકાલ થતાં ઘણા દિવસો લાગી જતાં હોય છે, ત્યારે વરસાદની સિઝનમાં તે મોટા ભાગે બંધ હાલતમાં જ રહે છે. ચોમાસામાં વધતી જતી બિમારીઓમાં પાણી ભરાવાથી આરોગ્ય કેન્દ્ર બંધ હાલતમાં હોવાથી લોકો ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બને છે. વધતી જતી પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી રહી છે. વરસાદી પાણીનો કોઈ યોગ્ય નિકાલ ન થવાના કારણે ગ્રામજનો આવી પરિસ્થિતિમાં જીવવમજબૂર બન્યાં છે.

આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયેલુ હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે
આરોગ્ય કેન્દ્રની આસપાસ પાણી ભરાયેલુ હોવાથી સ્થાનિકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે
આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે
આજવા રોડ પર આવેલા સયાજીપુરા ગામમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે
અન્ય સમાચારો પણ છે...