તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રકઝક:2 સ્થળે માસ્કની માથાકૂટ, વરદી ઉતરાવી દેવાની પોલીસને ધમકી

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરમાં બે સ્થળે માસ્ક મુદ્દે પોલીસ સાથે રકઝક થઈ હતી. પોલીસે બંને બનાવમાં ગુનો નોંધ્યો હતો.

ફતેગંજ પોલીસ મથકનો સ્ટાફ મંગળવારે નવાયાર્ડ ચોકી પાસે ચેકિંગમાં હતો ત્યારે બાઇક પર આવેલા દંપતીને પાછળ બેઠેલાં બહેને માસ્ક પહેર્યું ન હોવાથી દંડની માગ કરી હતી. જેથી દંપતીએ પોલીસને તમે ખોટા પૈસા ઉધરાવો છો, અમે દંડ ભરવાના નથી, હું વકીલ છું બધાને જોઇ લઈશ, તમારાથી થાય તે કરી લો, કહી પોલીસ સાથે હાથાપાઈ કરી હતી.

પોલીસે ગોરવા આસોપાલવ સોસાયટીમાં રહેતા હાર્દિક ઠક્કર અને દક્ષાબેન હાર્દિક ઠક્કર વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતના ગુના નોંધ્યા હતા. બીજી તરફ સોમવારે ન્યૂ અલકાપુરી રોડ પર માસ્ક વિના આવેલા આવેલા મોપેડ સવાર 2 ભાઈને લક્ષ્મીપુરા પોલીસે રોક્યા હતા. પોલીસે દંડ ભરવાનું કહેતાં બંનેએ તમારી વરદી ઉતારી દઈશ, તેમ કહેતાં પોલીસે માંજલપુર તિન મૂર્તિભવન ખાતે રહેતા હર્ષ અશ્વિન શાહ અને વિશાલ અશ્વિન શાહ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...