તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંડ બુટલેગરના એકાઉન્ટમાં જમા:વડોદરામાં હેડ કોન્સ્ટેબલે યુવક પાસે માસ્કના 1 હજાર રૂપિયાના દંડનું ગુગલ પે કરાવ્યું, રૂપિયા બુટલેગરના એકાઉન્ટમાં જમા થયા હોવાનો ઘટસ્ફોટ

વડોદરા2 મહિનો પહેલા
માસ્કનો દંડ ભરનાર રાહુલ પંડ્યા - Divya Bhaskar
માસ્કનો દંડ ભરનાર રાહુલ પંડ્યા
 • યુવક પાસે દંડની રકમ ન હોવાથી હેડ કોન્સ્ટેબલે ગુગલ પેથી 1 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવતા વિવાદ થયો હતો
 • જેના બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા તે સયાજીગંજનો લિસ્ટેડ બુટલેગર અનવર ચૌહાણ નીકળ્યો
 • હવે દંડની રકમ પોલીસ ટ્રેઝરીના બદલે બુટલેગરના એકાઉન્ટમાં જવા લાગી છે

વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં માસ્ક વિના પકડાયેલા એક યુવક પાસે દંડની રોકડ રકમ ન હોવાને કારણે તેની પાસે 1 હજાર રૂપિયા ગુગલ પેથી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. તે સમયે આ એકાઉન્ટ હેડ કોન્સ્ટેબલનું હોય તેવું તારણ નીકળ્યું હતું. પણ તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ ટ્રેઝરીમાં જે રૂપિયા જવા જોઈએ એ કોઇ પોલીસકર્મીના પ્રાઇવેટ એકાઉન્ટમાં નહીં પણ એક બુટલેગરના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા.

માસ્ક નીચે ઉતરી ગયું હોવાથી દંડ ફટકાર્યો
આ ઘટનાની વિગત એવી છે કે, ખાનગી કંપનીમાં માર્કેટીંગ વિભાગમાં કામ કરતાં રાહુલ પંડ્યા 26 ડિસેમ્બરે તેમના મિત્ર સાથે ફતેગંજ વિસ્તારમાં ચા પીવા ઉભા રહ્યા હતા. તેમને કોઈ વ્યક્તિનો ફોન આવતાં તે ફોન પર વાત કરતાં આગળ ચાલતા નીકળ્યા હતા, તે સમયે એ તેમનો માસ્ક નીચે ઉતરી ગયું હતું. જે હાજર પોલીસ જવાનને ધ્યાને જતા પોલીસે તુરંત જ રાહુલનો ફોટો પાડીને તેને માસ્ક ન પહેરવા બદલ દંડ ભરવા જણાવ્યું હતું અને જો દંડ નહીં ભરો તો પોલીસ સ્ટેશને લઈ જઈને ત્યાં દંડ ભરવો પડશે તેવું કહ્યું હતું.

માસ્કના દંડની પાવતી અને બુટલેગરના એકાઉન્ટમાં દંડની રકમ જમા થઈ એનો પુરાવો
માસ્કના દંડની પાવતી અને બુટલેગરના એકાઉન્ટમાં દંડની રકમ જમા થઈ એનો પુરાવો

રકમ પોલીસ વિભાગમાં નહીં ખાનગી એકાઉન્ટમાં જમા થઈ
રાહુલે પોલીસને તેની પાસે રોકડ રૂપિયા ન હોવાનું કહીને તે ATMમાંથી ઉપાડી આપી શકે છે કેમ તે પૂછ્યું હતું, ત્યારે હાજર પોલીસકર્મી દંડની રકમ ગુગલ પે ઉપર વસૂલવા તૈયાર હોવાનું દર્શાવતાં રાહુલે દંડની રકમ ટ્રાન્સફર કરી હતી. દંડની રકમ ટ્રાન્સફર કર્યાં બાદ રાહુલને ખબર પડી હતી કે તેમને ટ્રાન્સફર કરેલ રકમ પોલીસ વિભાગના ખાતામાં નહીં, પરંતુ, ખાનગી બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ છે. જે એકાઉન્ટમાં સામાવાળાનું નામ ચૌહાણ અનવરભાઈ કાસમ જણાઈ આવ્યું હતું. દંડની રકમ 6.37 વાગ્યે ટ્રાન્સફર થઈ હતી, જ્યારે પોલીસ જવાને પાવતીમાં 6.35નો સમય મારી સમાધાન શુલ્કની પાવતી આપી હતી.

દંડની રકમ એક બુટલેગરના એકાઉન્ટમાં કેમ ટ્રાન્સફર કરાવી તે તપાસનો વિષય
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સયાજીગંજ પોલીસ મથકમાં કોઈ ચૌહાણ અનવરભાઈ કાસમ નામનો પોલીસ કોન્સ્ટેબલ ફરજ બજાવતો જ નથી. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, આ નામનો એક લિસ્ટેડ બુટલેગર સયાજીગંજ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલો છે. એક પોલીસ જવાને સરકારી સમાધાન શુલ્કની રકમ એક બુટલેગરના એકાઉન્ટમાં કેમ ટ્રાન્સફર કરાવી તે સવાલ ઉભો થાય છે. પોલીસ ક્યારેય ઓનલાઈન દંડ વસુલતી નથી. અહીં તો સયાજીગંજના પોલીસ જવાને પાવતી નંબર 42948 માટે ઓનલાઇન દંડ વસૂલીને તેની રકમ બુટલેગરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશન
સયાજીગંજ પોલીસ સ્ટેશન

પોલીસની આબરૂના લીરેલીરા ઉડાવ્યા
પોલીસ અને બુટલેગરોના ગાઢ સબંધોનો વધુ એક નમૂનો અહીં જોવા મળ્યો છે. પોલીસની આબરૂના લીરેલીરા ઉતાવતી આ ઘટના સામે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો