વડોદરામાં કેજરીવાલના પ્રહાર:'ગુજરાતમાં વેપારીઓને ડરાવવામાં આવે છે, ખબરદાર જો કેજરીવાલની મિટીંગમાં ગયા તો, હું આતંકવાદી નથી, શરીફ માણસ છું'

વડોદરા2 મહિનો પહેલા
 • 'ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, હવે જનતાની રાજનીતિ જ ચાલશેઃ કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વડોદરા શહેરમાં આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, 'ભાજપ-કોંગ્રેસની ઇલુ-ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, હવે જનતાની રાજનીતિ જ ચાલશે, આ ચૂંટણીમં આપ-ભાજપ વચ્ચે સીધી ટક્કર થશે'.

અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ

 • વેપારીઓને ગુજરાતમાં ડરાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. ખબરદાર કેજરીવાલની મિટીંગમાં ગયા તો, હું કોઇ આતંકવાદી નથી, શરીફ માણસ છું
 • ગુજરાતના વેપારીઓને વેપારીઓને ઇજ્જતની જિંદગી આપીશું
 • આદિવાસીઓ માટે સંવિધાનની 5મી વ્યવસ્થા લાગુ કરીશું, પેસા કાનૂન કડકાઈથી લાગુ કરીશું
 • ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી રહેશે
 • આદિવાસી સમાજના બાળકો અભણ રહી જાય છે
 • દિલ્હીની જેમ દરેક આદિવાસી વિસ્તારમાં સારી સ્કૂલ ખોલીશું
 • આદિવાસીઓની સારવાર માટે કોઈ સુવિધા નથી, દરેક ગામમાં મહોલ્લા ક્લિનિક ખોલીશું, ત્યાં મફત સારવાર થશે
 • આદિવાસીઓને કાસ્ટ સર્ટિફિકેટ લેવામાં મુશ્કેલી પડી રહી છે, તેને આસાન બનાવીશું
 • જેના ઘરમાં છત નથી, તેના સારું ઘર આપીશું, રોજગાર આપીશું
 • આખુ ગુજરાત આજે કેજરીવાલની સાથે ઉભુ છે, તેમના સર્વેમાં પણ આપને સમર્થન મળ્યું છે
 • ભાજપ-કોંગ્રેસના ઇલુ ઇલુની રાજનીતિ ખતમ થઇ જશે, જનતાની રાજનીતિ જ ચાલશે, આપ-ભાજપ વચ્ચે આ ચૂંટણીમાં સીધી ટક્કર થશે
વડોદરામાં કેજરીવાલે વેપારીઓ અને આદિવાસીઓને ગેરંટી આપી હતી.
વડોદરામાં કેજરીવાલે વેપારીઓ અને આદિવાસીઓને ગેરંટી આપી હતી.

તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ
વડોદરામાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વીજળી, શિક્ષણ અને હોસ્પિટલની વાત કરો, તમે મને વોટ આપજો, હું તમારા બાળકોનું ભવિષ્ય બનાવી દઇશ. આ લોકોને વોટ આપશો તો તમારા બાળકોને ઝેરીલી શરાબ પીવડાવી દેશે. હું આ લોકો સાથે ઝઘડવા માંગતો નથી. ચૂંટણી જીતીશું દરેક ગુજરાતી મુખ્યમંત્રી બનશે. અમારી પાર્ટી દેશની પહેલી ઇનામદાર પાર્ટી છે.

કેજરીવાલે વડોદરા શહેરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.
કેજરીવાલે વડોદરા શહેરમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી.

આ લોકોએ તેમના દોસ્તોના 10 લાખ કરોડ માફ કરી દીધા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે સમયસર લોન પરત ન ભરો તો તમને મુખ્યમંત્રી કે કોઈ બચાવતુ નથી. આ લોકોએ તેમના દોસ્તોના 10 લાખ કરોડ માફ કરી દીધા. શા માટે માફ કર્યાં, તેમને હજુ વધારે માફ કરવા છે. તેઓ કહે છે કે, ફ્રી શિક્ષણ, હોસ્પિટલ ન હોવા જોઇએ, સરકારને નુકસાન થાય છે. હું દેશના લોકોને પૂછવા માંગુ છું કે, બાળકોને ફ્રી શિક્ષણ યોગ્ય છે કે, કે દોસ્તોની લોન માફ કરવી યોગ્ય છે. જે-જે લોકોની લોન માફ કરી તેમની તપાસ થવી જોઇએ કે, તેમની પાર્ટીએ આ લોકોને કેટલુ દાન આપ્યું છે.

કેજરીવાલે ભાજપ સામે આકરા પ્રહાકો કર્યાં હતા.
કેજરીવાલે ભાજપ સામે આકરા પ્રહાકો કર્યાં હતા.

હું જનતા માટે કામ કરું છું
ભાજપના હર ઘર તિરંગા અંગે પૂછતા તેમણે ઉમેર્યું હતું કે, દેશની આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે, ઘરે ઘરે ઉજવણી થવી જોઈએ. મારો કોઈ નેતા સાથે વિરોધ નથી, હું જનતા માટે કામ કરું છું. ભાજપ કે કોંગ્રેસના કોઇ મુખ્યમંત્રી મારી પાસે શિખવા માટે આવશે તો હું તૈયાર છું.

અન્ય સમાચારો પણ છે...