તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મધરાતે ખંજર બતાવીને બસની ચાવી કાઢી ધમકી

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરણી સમા રોડ પર કર્મીઓને લઇ જતી બસને રોકી
  • ગણતરીના કલાકોમાં બંને આરોપી ઝડપાયા

હરણી સમા રોડ પર શનિવારે રાત્રે ખાનગી કંપનીના કર્મચારીઓને લઇને જતી મિની બસને અટકાવી બાઇક લઇને આવેલા 2 શખ્સો ડ્રાઇવર અને કર્મચારીઓને ખંજર બતાવી ધમકી આપી બસની ચાવી ઝુંટવી ફરાર થઇ ગયા હતા. જરોદ પાસેની સ્નાઇડર કંપનીના કર્મચારીઓને ઘેર મુકવા જતી મિની બસના ડ્રાઇવર અશોક સુરેશભાઇ માળીએ હરણી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે શનિવારે રાત્રે સાડા અગિયાર વાગે તે કંપનીના કર્મીઓને મુકવા જતો હતો ત્યારે સમા હરણી ના નવા બનેલા રોડ પર સિદ્ધેશ્વર પ્રાઇણ પ્લસ નામની નવી બંધાતી સાઇડ પર તેમની જ કંપનીની જે.જીટ્રાવેલ્સની બસ ઉભી હતી.

જેથી તેણે બસ ઉભી રાખી શું થયું છે તે જોવા જતાં 2 શખ્સ બસના ડ્રાઇવર ભરતભાઇ સાથે ઝઘડો કરતા હતા જેથી તેણે બંનેને રોકતાં બંને શખ્સોએ તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. બસ ચાલુ કરવા જતાં અશોકને અંદર આવેલા શખ્સે કોલર પકડી જોરથી ખેંચતા તેના બટન તુટી ગયા હતા અને બસની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ આ શખ્સોએ ડ્રાઇવર અશોકને ખંજર પણ બતાવ્યું હતું. ત્યારબાદ બસની ચાવી લઇને બંને ફરાર થયા હતા.ડીસીબીએ ગણતરીના કલાકોમાં છાણી જકાતનાકા રોડ પાસેથી આરોપી વિજય પુનમ ચૌહાણ (રહે, કોયલી), વિપુલ વિષ્ણુ રાજપુત (એકતાનગર)ને ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...