ધમકી:ઉછીના રૂપિયા લેનારની પત્નીને ધમકી, નાણાં નહી આપે તો જાનથી મારી નાંખીશ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માત્ર રૂા.70 હજારની લેવડ-દેવડમાં તકરાર થતાં મામલો પોલીસ સ્ટેશનમાં
  • પત્નીએ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરી દેતાં ગોરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી

રૂા.70 હજારની લેવડદેવડમાં ઉછીના પૈસા આપનારે પૈસા ઉછીના લેનારની પત્નીને એવી ધમકી આપી હતી કે તારો પતિ પૈસા આપશે તો જ જવા દઇશ નહીતો મારી નાંખીશ, આ ધમકીથી ડરેલી પત્નીએ પોલીસ કંટ્રોલને જાણ કરતાં ગોરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીની અટક કરી હતી.

ગોરવા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચેતન પ્રાણલાલ ભરકડા (રે. મીરાં મંગળ સોસાયટી,તરસાલી)એ આજથી છ માસ પહેલાં ગોત્રી કૃણાલ ચાર રસ્તા પાસે મિત્ર સુનીલ સરૈયાના સ્ટોલ પર શશીકાંત શ્રીવાસ્તવને મળ્યો હતો. શશીકાંત પાસેથી ચેતન ભરકડાએ રૂા.70.000 ઉછીના લીધા હતા.

આ પછી ચેતન ભરકડાએ ટુકડે ટુકડે શશીંકાંતને તેના પૈસા પાછા આપી દીધા હતા તેવું ફરિયાદમાં લખાવ્યું છે.13મી ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગે શશીકાંતનો ફોન આવતાં ચેતન તેના ઘેર ગયો હતો.જયાં શશીકાંતે બે-ત્રણ લાફાં ચેતનને મારી દીધા હતા.

તું મને પૈસા કયારે આપવાનો છે એમ શશીકાંતે કહેતાં ચેતને કહ્યું હતું કે ‘ હાલ જોગવાઈ નથી આવશે એટલે આપી દઇશ.દરમિયાન ચેતનની પત્નીનો ફોન આવતાં શશીકાંતે ફોન લઇને કહ્યું હતું કે ‘ મારા પૈસા આપશે તો હું તમારા પતિને જવા દઇશ તેવું કહી ધમકી આપી હતી કે પૈસા નહી આપે તો તમારા પતિને જાનથી મારી નાંખીશું.

મધરાતે આ પ્રકારની ધમકી સાંભળી ચેતનની પત્નીએ તુરંત પોલીસ કંટ્રોલને ફોન કર્યો હતો તે પછી ગોરવા પોલીસ શશીકાંતના ઘેર પહોંચી હતી અને બંનેને પોલીસ મથકે લઇ આવ્યા હતા. ત્યારબાદ ચેતનની ફરિયાદના આધારે ગોરવા પોલીસે શશીકાંત શ્રીવાસ્તવની અટક કરી હતી.ગોરવા પોલીસે જણાવ્યું હતું કે ‘ ચેતને પૈસા પાછા આપ્યા હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...