તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અલકાપુરીમાં બંગલો પાસે કાર મૂકતાં ટાયર પર ચાકૂના ઘા માર્યા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અરૂણોદય સોસા.માં માતા-પુત્રે કારની હવા કાઢી નાખી

અલકાપુરીમાં અરુણોદય સોસાયટીમાં બંગલોની બહાર કાર પાર્ક કરવા મુદ્દે માતા-પુત્રે સ્કોડા કારના નવા નક્કોર ચારેય ટાયરો ઉપર ચપ્પાના ઘા ઝીંકી ટાયરની હવા કાઢી નાખી હતી. અકોટા સપ્તગીરી ડુપ્લેક્સમાં રહેતા અને પોર ખાતે એમ.કે એન્ટરપ્રાઇઝ કંપની ધરાવતા મકરંદ શ્રીકાંત કુલકર્ણીએ સયાજીગંજ પોલીસમાં અલકાપુરી અરુણોદય સોસાયટીમાં રહેતાં પ્રીતીબેન શ્રીકાંત દેસાઇ અને તેમના પુત્ર સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ બુધવારે સ્કોડા કાર લઈ અરુણોદય સોસાયટીમાં વૈભવ બિલ્ડીંગમાં મિત્ર સ્નેહલ જયકાંત શાહની ઓફિસ ખાતે આવ્યા હતા.

તેમણે પોતાની કાર ત્યાં એક મકાન પાસે પાર્ક કરી તેઓ સફારી કારના ટ્રાયલ માટે ગેંડા સર્કલ તરફ ગયા હતા તે સમયે તેમને મિત્રની ઓફિસમાં કામ કરતા કર્મચારીનો ફોન આવ્યો હતો કે, ઓફિસની સામેના બંગલામાં રહેતા પ્રીતિબેન શ્રીકાંત દેસાઈ અને તેમના પુત્રે તેમના ઘરની સામે પાર્ક કરેલી કાર અંગે વાંધો ઉઠાવી ટાયરની હવા કાઢવાની કોશિશ કરી હતી. પરંતુ ટાયરની હવા ન નીકળતા પ્રીતિબેનના પુત્રે ચપ્પુ લઇને કારના ચારેય ટાયરમાં ઘા મારી નુકસાન પહોચાડયું છે

અન્ય સમાચારો પણ છે...