ક્રાઇમ:મારી સામે આંખો કેમ કાઢે છે તેમ કહી યુવકને ફટકાર્યો

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કિશનવાડીમાં શ્રીકૃષ્ણ મહોલ્લા પાસે બનેલો બનાવ

કિશનવાડી વિસ્તારમાં શ્રીકૃષ્ણ મહોલ્લા પાસે ત્રણ વ્યક્તિઓએ મને કેમ આંખો કાઢે છે તેમ કહી યુવક ને માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી મારામારીમાં યુવક નો મોબાઈલ ફોન તૂટી ગયો હતો પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી કિશનવાડી શ્રીકૃષ્ણ મહોલ્લામાં રહેતા ભાવેશ કનુભાઈ પરમાર નામના યુવકે પોલીસમાં રોહન ,અજય ભુરીયો અને ડી કે નામના યુવકો સામે ફરિયાદ નોંધાવી હતી કે રાત્રે 9 વાગે રોહિત એ તેને ફોન કરી ઘરમાંથી બહાર બોલાવ્યો હતો જેથી તે ઘરની બહાર ગયો હતો ત્યારે રોહનની સાથે રહેલા અજય ભુરીયા એ તું મને આંખો કેમ કાઢે છે તેમ કહીં ફેટ મારીને નીચે પાડી દીધો હતો અને તેને માર માર્યો હતો ઝપાઝપીમાં તેનો ફોન નીચે પડી જતા તૂટી ગયો હતો ડીકે નામના શખ્સે તેને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...