તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોના પર વિશ્વાસ કરવો:સવારે કીધું દર્દીની તબિયત સારી છે, બપોરે મોતના સમાચાર મળ્યાં, દીકરી બોલી; મારી માતાને ના જમવાનું પહોંચાડતા ના ફોન આપતા હતા

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાયોનિયર હોસ્પિટલમાં સમાના દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે સવારે સાજા દર્દીનું મોત થતાં ગંભીર બેદરકારી દાખવાઇ છે. - Divya Bhaskar
પાયોનિયર હોસ્પિટલમાં સમાના દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારે આક્ષેપ કર્યો હતો કે સવારે સાજા દર્દીનું મોત થતાં ગંભીર બેદરકારી દાખવાઇ છે.
  • પાયોનિયર હોસ્પિટલમાં સમાના દર્દીના પરિવારજનોનો હોબાળો
  • સાજા દર્દીનું મોત થતાં સારવારમાં બેદરકારી રખાયાનો આક્ષેપ

શહેરના આજવા રોડ પર આવેલા પાયોનિયર ન્યૂ લાઈફ લાઈન હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત થતાં હોસ્પિટલની બહાર એકઠા થયેલા અન્ય દર્દીઓના સ્વજનોએ પણ હોબાળો મચાવી ગંભીર આક્ષેપ કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમને મળવા ન આવ્યો હોવાનું પરિવારોએ જણાવ્યું હતું.

આજવા રોડ પરની પાયોનિયર ન્યૂ લાઈફલાઈન હોસ્પિટલમાં ં દાખલ વ્રજલાલ મકવાણાના પરિજન નૂતનબેને જણાવ્યું હતું કે છેલ્લા રવિવારે ન્યુ સમા રોડ પર રહેતા 78 વર્ષના વ્રજલાલ મકવાણાને સયાજી હોસ્પિટલમાં દાખલ હતા તેઓની સ્થિતિ સારી હોવાથી પાયોનિયરમાં શિફ્ટ કરીએ છીએ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બે દિવસ સુધી તેમનો મોબાઈલ ફોન ચાલુ રહ્યો વાત થઈ. પરંતુ ત્યારબાદ સતત મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અમે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દર્દીની વાત કરાવો તેમ કહેતા સ્ટાફે વાત ન થાય અને દર્દીને ઘેનના ઈન્જેક્શન અપાતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

સોમવારે સવારે 10 વાગે પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે તબિયત સારી છે, 7 કિલો ઓક્સિજન અપાય છે. હોસ્પિટલ પહોંચી ડિસ્ચાર્જની વાત કરતા જ વેન્ટિલેટર પર છે અને થોડા સમય બાદ તેઓની ડેથ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો.હોસ્પિટલના જિલ્લા આરોગ્ય અમલદાર ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, બીજા ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટાફ વ્યસ્ત હોય છે પરંતુ હોસ્પિટલનો જવાબદાર અધિકારી દર્દીના પરિવારજનોને બહાર જઇ મળે તેવી કોઈ વ્યવસ્થા નહિ થઈ શકે.

કોઇ સરખો જવાબ નથી આપતું
આજવા રોડ પર રહેતા બાબુભાઇ મિસ્ત્રીને એક સપ્તાહ પહેલા પાયોનિયર હોસ્પિટલમાં લાવ્યા હતા. લાવ્યા ત્યારથી જ તેમની કોઈ માહિતી આપવામાં આવતી ન હતી. ગઈકાલે વાત થઈ તો જાણવા મળ્યું કે તેમને સારું છે. પછી જાણવા મળ્યું કે તેઓ ખાવાનું ખાતા નથી. સાંજે તબિયત ખરાબ છે તેમ અમને કહેવામાં આવ્યું. અમે જમવાનું મોકલીએ તો તેમના સુધી પહોંચતું ન હતું. આજે સવારે ફોન આવ્યો કે એમના ધબકારા ઓછા થઈ ગયા છે. સ્ટાફના લોકો, સિસ્ટર કોઈ સરખી વાત નથી કરતું. - સ્નેહા મિસ્ત્રી, મૃતકના પુત્રી

મોબાઇલ આપ્યો એ પણ માતા સુધી પહોંચ્યો નથી
હોસ્પિટલમાં દાખલ સુધાબેન પટેલના પુત્ર સચિનભાઈ જણાવ્યું હતું કે ત્રણ દિવસથી મારા માતા ત્યાં દાખલ છે. મેં વાત થાય તે માટે ફોન મોકલાવ્યો તો જાણવા મળ્યું કે માતા સુધી મોબાઈલ પહોંચ્યો નથી. . બે દિવસથી આવી હાલચાલ પૂછવા માટે સિક્યુરિટી ઓફિસમાં કાકલૂદી કરવી પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો