તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિલ મંજૂર:ભૂવાનાં બિલો કેમ મૂકી રાખ્યાનો ઠપકો આપી આખરે મંજૂર કર્યાં

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂા.1 કરોડનાં બિલો મામલે અધિકારીઓને સ્થાયીનું તેડું
  • સ્થાયી સમિતિ દ્વારા તમામ 17 દરખાસ્તોને મંજૂરની મહોર

દિવાળી પૂર્વે શહેરના જુદા જુદા વિસ્તારમાં ડ્રેનેજ લાઈન પર પડેલા ભૂવાની મરામતના રૂ.1.03 કરોડના બિલો વિલંબથી મુકવા બદલ સ્થાયી સમિતીએ અધિકારીને મીઠો ઠપકો આપી આખરે તમામ 17 દરખાસ્ત મંજુર કરી હતી.

વગર ટેન્ડરે ડ્રેનેજ લાઈન પર પડેલા ભુવાની મરામત માટે કરાયેલા એક કરોડથી વધુના ખર્ચ આ બાબતે મંજૂરી આપવાનો થાય સમિતિએ ટાળ્યું હતું અને તેની તમામ દરખાસ્તો મુલતવી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રેનેજ લાઈન પર પડેલા ભુવાની મરામત માટેની એક સાથે 17 દરખાસ્ત મુકવામાં આવતા વિવાદ થયો હતો.પાલિકાના ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ વિભાગ તરફથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ડ્રેનેજ લાઈન પર પડેલા ભંગાણ અને પ્રેશર લાઈન સુધારણાની તાત્કાલિક કરાયેલી કામગીરીના બીલો સામે સવાલો ઉભા થયા છે.

ડો. હિતેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ તમામ દરખાસ્તો ઉપર અગાઉ નિર્ણય નહીં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને એક સાથે તમામ 15 દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી.જોકે, શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ મામલે જાણકારી મેળવવા માટે ડ્રેનેજ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર રાજેશ શિમ્પીને બોલાવવામાં આવ્યા હતા અને એક સાથે આટલી દરખાસ્તો મૂકવામાં આવી છે તો કેમ મોડું કર્યું તેઓ સવાલ કરવામાં આવ્યો હતો.એટલું જ નહીં હવેથી આ રીતે મોડું નહીં ચાલે તેવી ટકોર કર્યા બાદ તમામ દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી હતી. તે પહેલાં દરખાસ્તના પાસા ચકાસાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો