ફરિયાદ:કાર ભાડે લઇ કહ્યું, પરત જોઇતી હોય તો 1.30 લાખ મોકલાવો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝૂમ કાર પર મહિલાના નામે ફેક આઇડી બનાવીને કૌભાંડ
  • બે ભેજાબાજે આધેડને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી

ઝૂમ કાર પરથી કાર ભાડે રાખી માલિકને પરત આપવા 1.30 લાખની માંગણી કરતા ગઠીયા સામે કારના માલિકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. વાઘોડિયા રીંગ રોડ પર આવેલા કાન્હા ગોલ્ડ ફ્લેટમાં રહેતા મીતા રાજાણી પોતાની કારનો વધારે ઉપયોગ કરતા નહોતા. જેથી તેઓએ કારને ઝૂમકાર પર રજીસ્ટર કરાવી હતી.

7 સપ્ટેમ્બરની બપોરે પ્રવિણ રાજપુતનો ફોન આવ્યો હતો કે હર્ષ શાહ નામના ગ્રાહક ગોધરા જવા માટે કાર લેવા માટે આવ્યા હતા, જોકે ટ્રુ કોલરમાં તેનું નામ તપાસતા તેનું નામ આકાશ આવતા મીતા બેને આ વિશે પૂછપરછ કરતા ભળતા જવાબ આપીને મીતાબેનને વિશ્વાસમાં લીધા હતા. સાંજે પ્રવિણભાઈએ મીતાબેન પાસેથી આરસી બુક અને વીમાના કાગળિયા મંગવ્યા હતા, કારણ કે અમદાવાદ પોલીસે ગાડીને રોકી હતી.

નિયત સમય પર ગાડી પરત ન આવતા મીતાબેનના દિકરાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપીંડી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દાહોદમાં તપાસ કરતાં ગાડી મળી ન હોતી. સવારે 9 વાગે તેમણે પ્રવીણ ભાઈને ફોન કરીને ગાડી વિશે પૂછતા તેઓએ અમદાવાદના ઝૂમકારના કર્મચારી પ્રતિક મિશ્રા સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, ગાડી લઈ જનાર મારા સંપર્કમાં છે તમે તેઓને 1.30 લાખ આપી દો તમને ગાડી આપી દેશે. પૈસા આપવાની ના પાડતા ગાડી મળી નહોતી. તપાસમાં પ્રવિણ રાજપૂત અને આકાશ લાલવાણીને ઝડપી પાડ્યા હતા.

તપાસમાં સાયબર ક્રાઈમમાં પણ આ 2 આરોપીએ સંડોવાયેલા હોવાનું જણાવ્યું હતું. પ્રવિણ રાજપૂત અને આકાશ લાલવાણી ની પુછપરછમાં બહાર આવ્યું હતુ કે ભંજાબાજ પ્રવિણ અને આકાશ સોશિયલ મિડીયા પર ફેક આઈડી બનાવીને 55 વર્ષીય આધેડ સાથે છેતરપીંડી કરી હતી. આધેડના ફોટા અને ચેટના સ્ક્રિનશોટ વાયરલ કરી દેવાની ધમકી આપી 2.94 લાખ ખેંખેરી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...