વડોદરાની પરિણીતા પર અત્યાચાર:એક યુવતી સાથે અફેર હોવાથી પહેલી પત્નીને ત્રિપલ તલાક આપ્યા, બીજી પત્નીને પણ માર મારી કાઢી મુકી

વડોદરાએક મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પહેલી પત્નીને ત્રિપલ તાલકનો કેસ વાગરા કોર્ટમાં ચાલુ હતો ને બીજા નિકાહ કર્યો
  • પતિની સાથે સાસુ, દિયર અને દેરાણીએ પણ ત્રાસ ગુજાર્યો
  • વડોદરાની યુવતીના પણ ભરુચના યુવક સાથે બીજા લગ્ન હતા

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતી યુવતી પાસે પતિ સહિત સાસરીયાઓએ દહેજ માંગી ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઇ છે. સાથે પતિએ પહેલા પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી તેને ત્રિપલ તલાક આપી દીધા હોવાનું પરિણિતાએ જણાવ્યું છે.

પતિએ ઝઘડો કરી પત્નીને માર માર્યો
વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રહેતી યુવતીના ગત વર્ષે જૂન મહિનામાં મુસ્લિમ શરીયત અને રીત રીવાજ મુજબ નાસીર દિલાવર મંસૂરી (રહે. વસીમવીલા સોસાયટી, બાયપાસ રોડ, ભરુચ) સાથે નિકાહ થયા હતા. જેમાં યુવતીના પરિવાર અને સંબંધીઓ દ્વારા ભેટસોગાદો પણ આપવામાં આવી હતી. પરંતુ નિકાહના થોડા દિવસ બાદ જ સાસુ નસમી મન્સુરીએ તું દહેજ ઓછું લાવી છે કહીને મ્હેણા-ટોણા મારતા હતા. સાથે દિયર અને દેરાણી પણ દહેજ મામલે તેના પતિને ચડામણી કરતા હતા. પરંતુ યુવતીના પણ બીજા લગ્ન હોવાથી તે ઘર સંસાર બચાવવા ત્રાસ સહન કરતી હતી.દિયરે ભરુચમાં ઘર લેવા માટે પિયરથી પાંચ લાખ રૂપિયા લઇ આવવા દબાણ કહ્યું હતું. તેમજ પતિએ ઝઘડો કરી માર માર્યો હતો અને તેને ઘરમાંથી કાઢી મુકી હતી.

અન્ય યુવતી સાથે અફેર હોવાથી પહેલી પત્નની ત્રિપલ તલાક આપ્યા
પરિણિતાએ આક્ષેપ કર્યો છે કે, તેના પતિ નાસીર મંસૂરીને પહેલા એક ખ્રિસ્તી ધર્મની યુવતી સાથે અફેર હતું તેથી તેણે પહેલી પત્નીને ત્રિપલ તલાક આપી દીધા હતા. જેથી ત્રિપલ તલાકનો કેસ પણ વાગરા કોર્ટમાં ચાલી રહ્યો છે. આ અંગે વડોદરાની પરિણિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેથી પતિએ તેની સાથે સમધાન કરી તેને ભરૂચ અલગથી ભાડાના ઘરમાં રહેવા લઇ ગયો હતો.

દિયર રાત્રે પરેશાન કરતો
ફરિયાદમાં પરિણિતાએ જણાવ્યું છે કે, મારા પતિ રાત્રે નોકરી જાય ત્યારે દિયર અડધી રાત્રે મારા ઘરે આવીને દરવાજો ખખડાવતો અને કહેતા કે મારે કામ છે મને અંદર આવવા દે અને જ્યારે પરિણિતા તેને જણાવે કે તમારા ભાઇ ઘરે નથી. તમે સવારે આવજો. તો દિયર દાદાગીરી કરી હેરાન-પરેશાન કરતો હતો. આ અંગે પતિને ફરિયાદ કરતા તેણ દિયરનો પક્ષ લેતો અને અપશબ્દો કહેતો હતો.

પતિએ ઘરે આવવનું બંધ કર્યું, ભાડું પણ ન આપ્યું
દરમિયાન ગત ફેબ્રુઆરી મહિનાથી પતિએ ઘરે આવવાનું બંધ કરી દીધું હતું અને ભાડાના ઘરમાં રહેતા હોવાથી તેનું ભાડું પણ આપતો ન હોત તેમજ ખાવા-પીવાના પૈસા પણ આપતો ન હતો. જ્યાર બાદ પતિ, સાસુ, દિયર અને દેરાણીએ તેને તેમના ઘરે બોલાવીને માર માર્યો હતો. તેથી પરિણિતા ગત માર્ચ મહિનામાં પિયર વડોદરા ખાતે આવી ગઇ હતી. આ મામલે પરિણિતાએ પતિ અને સાસરિયા સામે વડોદરાના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...