તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોમિયોને ફટકાર્યો:વડોદરામાં પરિણીતાને ફોન કરીને હેરાન કરતા વિધર્મી યુવાનને બોલાવી જાહેરમાં માર્યો, કહ્યું:'મારી ભૂલ થઇ ગઇ, જિંદગીમાં આવુ કામ નહીં કરૂ'

વડોદરા3 મહિનો પહેલા
પરિણીતાને હેરાન કરતા વિધર્મી યુવાનને જાહેરમાં ફટકારતો વીડિયો વાઇરલ થયો
  • પરિણીતાએ કહ્યું:મેં એને બીજી વાર ફોન ન કરવા માટે કહી દીધુ હતું. તેમ છતાં રોજેરોજ ફોન કરીને મને હેરાન કરતો હતો
  • વિધર્મી યુવકે કહ્યું: હું તેમને 3થી 4 દિવસથી હેરાન કરતો હતો, મારી ભૂલ થઇ ગઇ છે, મને માફ કરી દો

વડોદરા શહેરમાં ફોન કરીને પરિણીતાને હેરાન કરતા વિધર્મી યુવાનને જાહેરમાં ફટકારતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં વિધર્મી યુવાનને બોલાવીને પતિ-પત્ની અને સ્થાનિકોએ મળીને માર માર્યો હતો.

પરિણીત મહિલા અને તેના પતિએ વિધર્મી યુવાનને મેથીપાક ચખાડ્યો
વડોદરામાં વિધર્મી યુવાન દ્વારા પરિણીતાને હેરાન કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના કરજણના ગણપતપુરા ગામના રહેવાસી વિધર્મી યુવક ઇમરાન મન્સૂરી વડોદરાની મહિલાને ફોન કરીને હેરાન કરતો હતો. જેથી યુવાન પરિણીતાએ પતિ સાથે મળીને ફોન પર અશ્લીલ માગણી કરનાર વિધર્મી રોમિયોને વડોદરાના છેવાડે આવેલી સેવાસી ચેકપોસ્ટ પાસે મળવા માટે બોલાવ્યો હતો. જ્યાં પરિણીત મહિલાને મળવા આવેલા વિધર્મી રોમિયોને પરિણીત મહિલા અને તેના પતિએ મેથીપાક ચખાડ્યો હતો.

પરિણીત મહિલાને મળવા આવેલા વિધર્મી રોમિયોને પરિણીત મહિલા અને તેના પતિએ મેથીપાક ચખાડ્યો
પરિણીત મહિલાને મળવા આવેલા વિધર્મી રોમિયોને પરિણીત મહિલા અને તેના પતિએ મેથીપાક ચખાડ્યો

યુવાન રાત્રે 1 વાગ્યા સુધી ફોન કરીને સતત હેરાન કરતો હતો
મહિલાએ જણાવ્યું હતું કે, આ યુવાનનો મારા મોબાઇલ પર ફોન આવ્યો હતો. મેં એને બીજી વાર ફોન ન કરવા માટે કહી દીધુ હતું. તેમ છતાં રોજેરોજ ફોન કરીને મને હેરાન કરતો હતો. રાત્રે 1 વાગ્યા સુધી ફોન કરીને સતત હેરાન કરતો હતો. જેથી મે મારા પતિને જાણ કરી હતી કે, મુસ્લિમ આ યુવાન ફોન કરીને મને હેરાન કર્યાં કરે છે. ત્યારબાદ મારા પતિના કહેવાથી મે તેને આજે અહીં મળવાના બહાને બોલાવ્યો હતો.

પરિણીતાએ કહ્યું:મેં એને બીજી વાર ફોન ન કરવા માટે કહી દીધુ હતું. તેમ છતાં રોજેરોજ ફોન કરીને મને હેરાન કરતો હતો
પરિણીતાએ કહ્યું:મેં એને બીજી વાર ફોન ન કરવા માટે કહી દીધુ હતું. તેમ છતાં રોજેરોજ ફોન કરીને મને હેરાન કરતો હતો

યુવકે કહ્યું: મેં ફોન કર્યો એ મારી ભૂલ થઇ ગઇ છે
કરજણના ઇમરાન મન્સૂરીએ જણાવ્યું હતું કે, મેં ફોન કર્યો એ મારી ભૂલ થઇ ગઇ છે, તે મારી મા સમાન છે, મારી જિંદગીમાં આવુ કામ નહીં કરૂ. હું તેમને 3થી 4 દિવસથી હેરાન કરતો હતો. મને માફ કરી દો.

વિધર્મી યુવકે કહ્યું: હું તેમને 3થી 4 દિવસથી હેરાન કરતો હતો, મારી ભૂલ થઇ ગઇ છે, મને માફ કરી દો
વિધર્મી યુવકે કહ્યું: હું તેમને 3થી 4 દિવસથી હેરાન કરતો હતો, મારી ભૂલ થઇ ગઇ છે, મને માફ કરી દો
રોજેરોજ ફોન કરીને મહિલાને હેરાન કરતો હતો
રોજેરોજ ફોન કરીને મહિલાને હેરાન કરતો હતો
પરિણીતાને ફોન કરીને હેરાન કરતા વિધર્મી યુવાનને બોલાવી જાહેરમાં માર્યો
પરિણીતાને ફોન કરીને હેરાન કરતા વિધર્મી યુવાનને બોલાવી જાહેરમાં માર્યો
અન્ય સમાચારો પણ છે...