તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ શરૂ:ધો.9થી 12માં પાંખી હાજરી વચ્ચે ધો.6થી 8 શરૂ કરવાની ઉતાવળ

વડોદરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ચૂંટણી પૂર્વે ફૂલ ગુલાબી ચિત્ર ઊભું કરવા સામે વાલીઓ નારાજ
 • કોરોનાના ડરે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલતાં ખચકાય છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સબ સલામત છે તેવું બતાવવા ધોરણ 6 થી 8ના વર્ગો 18 ફેબ્રુઆરીથી શરૂ કરવાની જાહેરાત કરી દેવાઇ છે. જેની સામે વાલીઓમાં નારાજગી વ્યાપી છે. જાન્યુઆરીમાં શરૂ ધોરણ 10-12 તથા ફેબ્રુઆરીમાં શરૂ કરેલા ધોરણ 9-11માં હજુ 50 ટકા જેટલા વિદ્યાર્થી પણ આવી રહ્યા નથી. શહેર-જિલ્લામાં 550 સ્કૂલોમાં સવા લાખ જેટલા વિદ્યાર્થીઓનું ઓફલાઇન શિક્ષણ શરૂ થશે.

સરકાર દ્વારા 18મી ફેબ્રુઆરીથી ધો. 6થી 8ની શરૂઆત કરવાની જાહેરાત કરાઇ છે. કોરોનાનો ડર વાલીઓને સતાવી રહ્યો છે ત્યારે વાલીઓ બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. ઓનલાઇનમાં મોટાભાગનો કોર્સ પૂરો થઇ ગયો છે તેવા સમયે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવાની જાહેરાત કરાઇ છે.

બાળકોને કોરોના થશે તો કોણ જવાબદાર?
કોરોના ગયો નથી અને તમામ શિક્ષકોને વેક્સીન અપાઇ નથી તેવા સમયે સરકાર રિસ્ક લઇ રહી છે અને તે પણ વાલીઓની જવાબદારી પર. વાલીઓ પાસે સંમતિપત્રકો મગાવાય છે. બાળકોને કોરોના થશે તો જવાબદાર કોણ? ધો.9થી 12માં પૂરતી હાજરી નથી તો ધો.6થી 8ની સ્કૂલ શરૂ કરવાની શી જરૂર છે? > દિપક ઠકરાર, ઉપપ્રમુખ, વાલી મંડળ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો