તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂછપરછ:મોહંમદ હુસેન મન્સુરીની પૂછપરછમાં ધર્માંતરણ થયું છે કે કેમ? તેના ખુલાસા થવાની સંભાવના

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મન્સુરીની અમદાવાદ ATS ખાતે પૂછપરછ થઇ રહી છે

ગુજરાત એટીએએસ દ્વારા મુસ્લિમ મેડિકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દીનના ખાસ ગણાતા મોહંમદ હુસેન મન્સુરીની અમદાવાદ એટીએસમાં પૂછપરછ શરૂ કરી છે. એટીએસ દ્વારા સલાઉદ્દીન અને મન્સુરીના કનેક્શન અંગે પૂછપરછ હાથ ધરી છે. સલાઉદ્દીન પાસે આવતા ફંડનું કેટલું રોકાણ મન્સુરીના નામે છે તે અંગે ઈડી દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. જોકે બીજી તરફ એટીએસ યુપી ઉપરાંત વડોદરામાં પણ સલાઉદ્દીન અને મન્સુરી દ્વારા કોઈ બાળકનું ધર્માંતરણ કરવામાં આવ્યું છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

એટીએસના સુત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની એક ટીમ મોહંમદ મન્સુરીના વડોદરામાં કેટલા લોકો સાથે સંપર્કમાં હતો. તેમજ તે અગાઉ કોઈ અરબ દેશ કે પછી અન્ય દેશોમાં ગયો છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે. એટીએસનું માનીએ તો ધર્માંતરણ મુદ્દે મન્સુરી ખુબ નાનકડુ પ્યાદુ છે. જો તેના વિરૂધ્ધ કોઈ પણ પુુરાવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે. જ

આતંકી ગતિવિધિ અને ધર્માંતરણની કડી જોડી સમાંતર તપાસ શરૂ કરાઇ
યુપી એટીએસનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશમાં ધર્માંતરણનો ગોરખધંધો ઘણાં વર્ષોથી ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં હિંદુ સંગઠનના મોટા નેતાની હત્યા હોય કે પછી હિંદુ સંગઠનો પર હુમલા હોય આ તમામ આતંકી ગતિવિધિઓ અને ધર્માંતરણની કડીઓ ક્યાંકને ક્યાંક મળતી હોવાનું જણાયું છે. જેના લીધે તપાસ એજન્સીઓ દ્વારા ધર્માંતરણ અને આંતકવાદી ગતિવિધિને પણ જોડીને તપાસ કરી રહી છે.

સિન્ડિકેટમાં સલાઉદ્દીન ઉપરાંત કેટલા લોકો છે તેની તપાસ થશે
ધર્માંતરણ મામલામાં ઉમર ગૌતમને સલાઉદ્દીન શેખ ફંડિંગ કરતો હોવાનું તપાસકર્તા એજન્સીઓની તપાસમાં બહાર આવ્યું છે. જોકે હવાલાઓની કારોબારીની સિન્ડિકેટમાં સલાઉદ્દીન સિવાય અન્ય કેટલા લોકો ઉમર ગૌતમ માટે ફંડિંગની વ્યવસ્થા કરતા હતા તે અંગે પણ યુપી એટીએસ તપાસ કરી રહી છે. જેના માટે એટીએસ અલગ-અલગ હવાલાના ઓપરેટરોની ઓફિસોમાં દરોડા પાડીને આ માહિતી એકત્રિત કરી રહી છે.

સલાઉદ્દીને મન્સુરીના નામે રોકાણ કર્યું હોવાની સંભાવના
સલાઉદ્દીનને વિદેશમાંથી જે ફંડ મળતું હતું તેમાંથી સલાઉદ્દીન કેટલાક ફંડનું મોહંમદ હુસેન મન્સુરીના નામે પણ અલગ-અલગ સ્થળે રોકાણ કરતો હોવાનું તપાસમાં જણાયું છે. સલાઉદ્દીને મન્સુરીના નામે ફંડનું રોકાણ ક્યાં કર્યું છે તેમજ ધર્માંન્તરમાં તે ફંડનો કેટલો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેની તપાસ ચાલી રહી હોવાનું યુપી એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું. સલાઉદ્દીન અને મન્સુરી વચ્ચે ટેલિફોનિક તેમજ સોશિયલ મીડિયા થકી થયેલી વાતચીતના રેકોર્ડની પણ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...