• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Harsh Sanghvi Said Vadodara, Which Was Known As Raju Risaldar Goon Years Ago, Will Now Be Known For The Planes That Come To Protect The Country.

પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન:હર્ષ સંઘવીએ કહ્યું- વર્ષો પહેલા રાજુ રિસાલદાર ગુંડાના નામે ઓળખાતું વડોદરા હવે વડોદરા દેશની સુરક્ષા માટે ઓળખાશે

વડોદરાએક મહિનો પહેલા
વડોદરા ખાતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી.

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તથા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી મનીષા વકીલની ઉપસ્થિતિમાં વડોદરા શહેરમાં નવીન પોલીસ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જે. પી. રોડ- એસ.ઓ.જી કચેરી ખાતે નવીન પોલીસ પૂછપરછ અને તપાસ સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ તેમણે પાણીગેટ નજીક સુલેમાની ચાલીના સ્થળે નવનિર્મિત ભવનમાં પાણીગેટ અને સાયબર ક્રાઇમ પોલીસ મથક અને નાયબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર કચેરીઓ ખુલ્લી મૂકી હતી.

ગુજરાત પોલીસે બોર્ડર પરથી હજારો કરોડનું ડ્રગ્સ ઝડપ્યું
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પાણીગેટ પોલીસ સ્ટેશન રાજ્યનું આધુનિક પોલીસ સ્ટેશન બન્યું છે. ગુજરાત પોલીસે ભારત-પાકિસ્તાન બોર્ડર પરથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આખા રાજ્યમાંથી 700થી વધુ ડ્રગ્સ માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. પંજાબની જેલોમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હતું જેનો ગુજરાત પોલીસે પર્દાફાશ કર્યો છે.

નવું પાણીગેટ પોલીસ સ્ટેશન.
નવું પાણીગેટ પોલીસ સ્ટેશન.

હવે વડોદરા દેશની સુરક્ષા માટે ઓળખાશે
હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, વડોદરા શહેર વર્ષો પહેલા રાજુ રિસાલદાર નામના ગુંડાના નામે ઓળખાતું હતું તે શહેર હવે દેશની સુરક્ષામાં આવનારા વિમાનો માટે ઓળખાશે. આ વિમાન વડોદરાની ધરતી પરથી બનવા જઇ રહ્યા છે. જે રાજ્ય અને વડોદરા શહેર માટે ગૌરવની બાબત છે.

SHE ટીમની બુકલેટનું અનાવરણ
લોકાર્પિત થયેલી સુવિધાઓમાં એસ.ઓ.જી કચેરી ખાતે સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન રૂમ, નવનિર્મિત પાણીગેટ પોલીસ સ્ટેશન, પોલીસ પરિવાર કલ્યાણ યોજના હેઠળ મળતા લાભોનો વિસ્તાર, પ્રતાપનગર પોલીસ મુખ્ય મથક ખાતે ઓપન સ્પોર્ટસ જીમ-સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ તેમજ પોલીસ યુથ સ્પોર્ટસ ક્લબનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ સુગંધ સંવેદનશીલતાની SHE TEAM બુકલેટનું અનાવરણ પણ કર્યું હતું.

નાના બાળકો માટે અલગ રમવાના રૂમની વ્યવસ્થા.
નાના બાળકો માટે અલગ રમવાના રૂમની વ્યવસ્થા.

એસ.ઓ.જી કચેરી ખાતે સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન રૂમ
વડોદરા શહેરમાં એસ.ઓ.જી કચેરી ખાતે આધુનીક ટેકનોલોજી સાથેનો સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન કંટ્રોલરૂમ ટેકનોલોજીથી સજ્જ અને બાયોમેટ્રિક એક્સેસ, સાઉન્ડ પ્રુફ અને સતત એક હજાર કલાક ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ થાય તેવી વ્યવસ્થા સાથેનો ઓટો સિસ્ટમ સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન રૂમ બનાવવામાં આવ્યો છે.

પાણીગેટ નવીન તૈયાર કરવામાં આવેલ પોલીસ સ્ટેશન
વડોદરા શહેર ખાતે સુલેમાનની ચાલી ખાતે પાણીગેટ પોલીસ સ્ટેશન, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, મદદનીશ પોલીસ કમિશ્નર ઇ ડીવીઝન અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-3ની કચેરી કાર્યરત કરવા માટે નવીન બિલ્ડિંગ બનાવવામાં આવી છે.