હરિધામ વિવાદ:હરિપ્રસાદ સ્વામીએ જેને જે જવાબદારી સોંપી હતી તે કાર્ય કરવાની સત્તા અપાય

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સમાધાનની પ્રથમ બેઠકમાં પ્રબોધ સ્વામી જૂથે 4 ફોર્મ્યૂલા મૂકી
  • સમાધાનની પ્રક્રિયા ​​​​​​​પોઝિટિવ દિશામાં આગળ વધી : બીજી બેઠક 12 મેએ મળશે

હરિધામ સોખડા વિવાદમાં સમાધાનની ફોર્મ્યૂલા નક્કી કરવા 9 મેના રોજ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામી વચ્ચે હાઈકોર્ટમાં બંને પક્ષોના વકીલ સાથે સમાધાનની પહેલી બેઠક યોજાઈ હતી. જેમાં પ્રબોધ સ્વામી જૂથના વકીલ દ્વારા સંસ્થામાં ફરી વિશ્વાસનું વાતાવરણ કેળવાય, ઘર્ષણ વખતે જે પગલાં લેવાયાં તે રદબાતલ કરાય, પ્રાદેશિક સંતોને પહેલાં જે પ્રક્રિયા કરવા દેવાતી હતી તે કરવા દેવાય અને હરિપ્રસાદ સ્વામીએ જેને જે જવાબદારી સોંપી હતી તે કાર્ય કરવા સત્તા આપવામાં આવે તેવી વાત મૂકવામાં આવી હતી.

પ્રબોધ સ્વામી જૂથના વકીલ ચિત્રજીત ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બેઠકમાં બંને પક્ષો તરફથી ખૂબ પોઝિટિવ વલણ રહ્યું છે. અમારી રજૂઆત હતી કે, સંસ્થામાં પ્રેમ અને વિશ્વાસનું વાતાવરણ કેળવાય અને ગુરુ મહારાજની હાજરી સમયે જેવું વાતાવરણ હતું તેવું જ વાતાવરણ ફરી પ્રસ્થાપિત થાય. જે તે સમય દરમિયાન બંને પક્ષો વચ્ચે જે ઘર્ષણ હતું, તે સમય દરમિયાન જે બીજા પગલા તે લોકોએ લીધા છે,તે તમામ પગલાને રદબાતલ ગણવા. જે વ્યક્તિઓને જે જવાબદારી ગુરુએ સોંપી હતી તે પ્રમાણે તમામ વ્યક્તિઓને પોતપોતાની જવાબદારી પર પ્રસ્થાપિત કરવા અને કાર્ય કરવા માટે સત્તા આપવી. આટલી અમારી મૂળભૂત વાત હતી.

આ વાત સામેનો પક્ષ કબૂલ રાખે તો સમાધાનનો ફોર્મ્યૂલા વર્કઆઉટ થઈ શકે છે, તેવી સોમવારે પ્રાઈમાફેસી ચર્ચા થઈ છે.અમારી પ્રપોઝલના આધારે તેમનો સકારાત્મક રિસ્પોન્સ હતો. તે લોકો પણ પોઝિટિવ દિશામાં સમાધાન તરફ જવા ઈચ્છતા હોવાનું લાગતું હતું. સમાધાનમાં અનેક પ્રશ્નો નક્કી કરવાના હોય છે. જે પ્રક્રિયા હેઠળ પહેલી મીટિંગ 9 મેએ થઈ હતી, બીજી મીટિંગ 12 મેએ કરાશે. બીજી મીટિંગ 11:30 વાગ્યાથી બોમ્બે હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ એમ.એસ.શાહની હાજરીમાં શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...