અંતિમ દર્શનનાં ડ્રોનનાં દૃશ્યો:હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં હરિભક્તો જ દેખાય છે, સ્વામીજીના છેલ્લીવાર દર્શન કરવા હરિભક્તોએ 2 કિમી લાંબી લાઇન લગાવી

વડોદરા3 મહિનો પહેલા
આજે વહેલી સવારથી હરિધામ સોખડામાં સ્વામિનારાયણ મંદિર બહાર હરિભક્તોનો જમાવડો શરૂ થયો.
  • સોખડામાં હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટ્યા

હરિધામ સોખડાના અક્ષરધામ નિવાસી હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઊમટી પડ્યા છે. હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાય છે. હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના છેલ્લીવાર દર્શન કરવા હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિરથી સોખડા ગામ સુધી 2 કિમી લાંબી લાઇન લગાવી દીધી હતી. હરિભક્તોની લાંબી લાઇનનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયાં હતાં.

વહેલી સવારથી મંદિર બહાર હરિભક્તોનો જમાવડો થયો
આજે વહેલી સવારથી હરિધામ સોખડા ખાતે સ્વામિનારાયણ મંદિર બહાર હરિભક્તોનો જમાવડો શરૂ થયો છે. મંદિરના અનુયાયીઓએ રોડની બાજુમાં શિસ્તબદ્ધ રીતે ઊભા રહીને હરિભક્તો દર્શન કરી શકે એ માટેની વ્યવસ્થા કરી હતી. હરિભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીનાં દર્શન કર્યાં હતાં.

હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના છેલ્લીવાર દર્શન કરવા હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિરથી સોખડા ગામ સુધી 2 કિમી લાંબી લાઇન લગાવી દીધી.
હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહના છેલ્લીવાર દર્શન કરવા હરિભક્તોએ સ્વામિનારાયણ મંદિરથી સોખડા ગામ સુધી 2 કિમી લાંબી લાઇન લગાવી દીધી.

સ્વામીજીને હરિભક્તોએ દંડવત પ્રણામ કર્યા
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહનાં દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના નશ્વર દેહને જોતાં જ હરિભક્તોની આંખોમાંથી આંસુ સરી પડ્યાં હતાં. તેમણે દંડવત થઈને તેમનાં અંતિમ દર્શન કર્યાં હતાં.

હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહનાં અંતિમ દર્શન.
હરિપ્રસાદ સ્વામીજીના નશ્વર દેહનાં અંતિમ દર્શન.

28 જુલાઇથી 31 જુલાઈ સુધી ભક્તો સ્વામીજીનાં અંતિમ દર્શન કરી શકશે
28 જુલાઇથી 31 જુલાઈ સુધી મંદિર પ્રાંગણમાં જ હરિપ્રસાદ સ્વામીજીના ભક્તો અંતિમ દર્શન કરી શકશે. આખરે અક્ષર દેરી સામેના લીમડા વન ખાતે 1 ઓગસ્ટના રોજ બપોરે 2:30 કલાકે તેમના પાર્થિવદેહના અંતિમસંસ્કાર કરવામાં આવશે.

હરિભક્તોની લાંબી લાઇનનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઇ ગયાં.
હરિભક્તોની લાંબી લાઇનનાં દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થઇ ગયાં.

હરિપ્રસાદ સ્વામીજીએ અક્ષરધામ ગમન કરતાં હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી
યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે સોમવારે રાતે 11 વાગે અક્ષરધામ ગમન કરતાં સમગ્ર સત્સંગ સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. સ્વામીજીએ ઈ.સ.1971માં પોતાના યુગકાર્યનો પ્રારંભ કર્યો હતો. આમ, યુગકાર્યના સુવર્ણજયંતી વર્ષમાં તેમણે વિદાય લીધી છે. તેમણે 1965માં દીક્ષા લીધા બાદ 56 વર્ષના સત્સંગકાળમાં 5 હજારથી વધુ શિબિરો યોજી યુવાઓને વ્યસનમુક્ત બનાવ્યા હતા.

હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાય છે.
હરિધામ સોખડામાં જ્યાં જુઓ ત્યાં માત્ર હરિભક્તો જ દેખાય છે.
ભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીનાં દર્શન કર્યાં.
ભક્તોએ આંસુઓની સરવાણી સાથે સતત સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરી સ્વામીજીનાં દર્શન કર્યાં.