હરિધામ વિવાદ:પ્રબોધમ ગ્રૂપના સુરતના હરિભક્ત ઉપર તીક્ષ્ણ હથિયારથી હુમલો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હરી પ્રબોધમ ગ્રૂપના હરિભક્ત પર સુરતમાં તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો હતો. - Divya Bhaskar
હરી પ્રબોધમ ગ્રૂપના હરિભક્ત પર સુરતમાં તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાયો હતો.
  • પોલીસ સ્ટેશનમાં ભીડ ઊમટી, ફરિયાદ પછી સાચું કારણ બહાર આવશે

સોખડા હરિધામના વિવાદમાં ખુની ખેલ ખેલાય તેવી ચર્ચાઓ વચ્ચે પ્રબોધમ ગ્રૂપના સુરતના હરિભક્ત પર ગુરૂવારે બપોરે 3:30 વાગ્યાની સુમારે ઉધના ત્રણ રસ્તા પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હરિભક્તના હાથ પર મોટો ચીરો પડી જતાં તેમને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સુરતમાં પ્રબોધમ ગ્રૂપના હરિભક્ત પર થયેલા જીવલેણ હુમલા બાદ આ ઘટનાનું ખરૂ કારણ તો પોલીસ ફરિયાદમાં બહાર આવશે. જોકે આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે હવે સ્થિતિ વધુ વણશે તેવું વાતાવરણ ઊભું થયું છે.

જીવલેણ હુમલો થતાં સુરતના હરિભક્તોમાં ચિંતા
ઉલ્લેખનિય છે કે, સોખડા સહિત અમુક પ્રદેશોમાં પ્રેમસ્વરૂપ સ્વામીનો દબદબો છે, પરંતું સુરત સહિત મોટાભાગના શહેરો અને વિદેશોમાં પણ પ્રબોધસ્વામીના ભક્તો મોટીસંખ્યામાં વસવાટ કરે છે. ત્યારે સુરતમાં પ્રબોધસ્વામીના ભક્ત સુરેશભાઈ ગોવિંદભાઈ વાઢેલ (રહે-આત્મીયધામ, ઉદયનગર સોસાયટી,કતારગામ) ઉપર ગુરુવારે બપોરે 3:30 વાગે ડિંડોલી બ્રિજ ચડતા પહેલાં ઉધના ત્રણ રસ્તા ખાતે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થતાં સુરતના હરિભક્તોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

હાલ હરિધામ સોખડાના હરિભક્તોમાં આ હુમલાને હરિધામ વિવાદને જોડીને જોવાઈ રહ્યો છે. પરંતુ હરિભક્તની પોલીસ ફરિયાદ બાદ ખરૂ કારણ સામે આવી શકશે. સુરત ખાતે સ્થાનિક પોલીસ મથકમાં અન્ય હરિભક્તોની ભીડ ઉમટી હતી. જ્યારે આ વાત વાયુવેગે ફેલાતાં સોશિયલ મીડિયામાં પણ આ વાતની ચર્ચાઓ ચાલી હતી.

હરિભક્તોને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી
સુરતમાં બનેલી ઘટના બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. જેમાં જણાવ્યું છે કે, 14 એપ્રિલના રોજ નો બનાવ તેની સાક્ષી પૂરે છે કે,સુરતમાં કટ્ટર બનેલા એક જૂથે બીજા જૂથના એક સત્સંગી કાર્યકર્તા પર તિક્ષણ હથિયાર થી ઘા મારીને મરણતોલ હુમલો કર્યો છે.

કતારગામ સુરત ઉદયનગર સોસાયટી ની સામે રહેતા એક હરિભકત સુરેશભાઈ ઉર્ફે પ્રહર્શ ભાઈ વાઢેલ ને છેલ્લા ત્રણ-ચાર દિવસથી મારવાની કે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. સુરેશભાઈ ઉર્ફે પ્રહર્ષ ભાઈ હરિધામ સોખડા માં દસ વર્ષ રહીને સેવા કરી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...