વડોદરા શહેરના એક નામચીન બુટલેગરે બીજા કુખ્યાત બુટલેગર પિતા-પુત્રને નિર્વસ્ત્ર કરીને મારમારી કબૂલાત કરાવતો હોવાનો વીડિયો વાઇરલ થયો છે. મહત્વની વાત તોએ છે કે, આ ત્રણેય પોલીસના ચોપડે વોન્ટેડ છે. લાંબા સમયથી હાથ લાગતા નથી, પરંતુ, બંનેએ એક બીજાને શોધી કાઢી વીડિયો વાઇરલ કર્યો છે, જેની જાણકારી સ્થાનિક પોલીસ વિભાગને મળતાં તેની ગંભીર નોંધ લેવાઈ છે. એક સમયે દારૂના ધંધામાં સાથીદાર બૂટલેગરો વચ્ચે ગેંગવોરની નોબત આવી શકે છે. જે બુલેગરને નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવે છે એ હરીશ બ્રહ્મક્ષત્રિય ઉર્ફે હરિ સિંધી અને તેના ઓરમાન પુત્ર હેરી હોવાનુ સ્પષ્ટ જોઈ શકાય છે.
વાઇરલ થયેલા જુદા-જુદા બે વીડિયો પૈકી એક વીડિયો જે માત્ર 8 સેકંડનો છે, જેમાં નિર્વસ્ત્ર હાલતમાં બંધ રૂમમાં પલંગ ઉપર બેઠેલા હરી સિંધી દારૂના ધંધાના હિસાબની કબૂલાત કરતો જોઇ શકાય છે, જોકે, વાતચીત સિંધી ભાષામાં થાય છે. બીજો વીડિયો 30 સેકન્ડનો છે, જેમાં એજ બંધ રૂમમાં ખૂણામાં તદ્દન નિર્વસ્ત્ર હાલતમાં ઉભેલા હેરીનો છે. વીડિયોમાં એને નગ્ન અવસ્થામાં જ ઉઠક બેઠક પણ કરાવાય છે. જોકે વીડિયોમાં મારનારનો ચેહરો જોઈ શકાતો નથી. વીડિયોના અવાજ પરથી અલ્પુએ ઉતાર્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે. જોકે, હજુ સ્પષ્ટ થયું નથી.
હરિ સિંધી પાસે દારૂનો હિસાબ માગ્યો
માત્ર આઠ સેકંડના વીડિયોમાં નિર્વસ્ત્ર હાલતમાં હાથમાં પેન લઈને બેઠેલા હરી સિંધીને પૂછવામાં આવે છે કે, કેટલો ધંધો કર્યો તો હરિ કહે છે 30થી 35 પેટી, તો વળતો સવાલ થાય છે કે, એનાથી વધારે નીકળશે તો હરિ જવાબ આપે છે કે, હિસાબ ડાયરીમાં લખેલો છે, તમે જોઈ શકો છો. આ સમયે જે ફોનથી આ વીડિયો ઉતારવામાં આવે છે એની ઉપર કોલ આવતા રેકોર્ડિંગ બંધ કરી દેવાય છે.
હેરીને નિર્વસ્ત્ર હાલતમાં ઊઠબેસ કરાવી
૩૦ સેકન્ડના આ બીજા વીડિયોમાં ખૂણામાં નિર્વસ્ત્ર ઉભેલા હેરીને પૂછ્યુ કે, પંકજની ગાડી કેમ સળગાવી હતી, જેનો જવાબ આપતા હેરી કહે છે કે, ગલતી હો ગઈ તો ફરી પૂછ્યુ કે, ગાડી સળગાવી ને ભાઈ બનવું છે? ચાલ ઉઠક બેઠક કર.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.