નોકરી કરતા લાખો ગરીબ અને મધ્યમ વર્ગના યાત્રીઓ તથા ટીકીટ લઇ મુસાફરી કરતા યાત્રીઓ માટે ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ, દાહોદ ઈન્ટરસીટી , ભીલાડ એક્સપ્રેસ, સુરત-જામનગર ઈન્ટરસીટી, ચાલુ કરવા પાસ હોલ્ડર એસોસીયેશને મુખ્યમંત્રીને સોસીયલ મિડીયા મારફત રજૂઆત કરી છે.
પાસ હોલ્ડર એસોસીયેશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ મુખ્યમંત્રીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી કોવીડ નાં કારણે પાસ દ્વારા મુસાફરી કરતા યાત્રીઓ માટેની ટ્રેનો બંધ છે,હવે રેલ્વે એ લગભગ દરેક ટ્રેનો ચાલુ કરી દીધી છે, પરંતુ નોકરી કરતા લાખો ગરીબ અને મધ્યમવર્ગના લોકો પોતાનું ઘર ચલાવવા માટે ટ્રેન ના ભાડા કરતાં અનેકગણું વધું પડતું ભાડું ચૂકવીને મુસાફરી કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.