રેલ કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી:બોનસ જાહેર થતાં વડોદરાના 11107 રેલ કર્મીઓમાં ખુશી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોડકટીવીટી આધારે ગયા વર્ષ જેટલું બોનસ મળસે

કેન્દ્રીય મંત્રીમંડળે આજે તમામ લાયક નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ (આરપીએફ/આરપીએસએફ કર્મચારીઓને બાદ કરતાં) નાણાંકીય વર્ષ 2020-21 માટે 78 દિવસના વેતન સમાન ઉત્પાદકતા લિંક્ડ બોનસ (પીએલબી) ને મંજૂરી આપી છે. જેથી વડોદરા રેલવે ડિવિઝનના 11107 રેલ કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી છે.

‘લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળવાની શક્યતા છે. વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર અમીત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે 2010-11 થી 2019-20 ના નાણાકીય વર્ષો માટે 78 દિવસના વેતનની PLB રકમ ચૂકવવામાં આવી હતી. વર્ષ 2020-21 માટે પણ 78 દિવસના વેતન જેટલી PLB રકમ ચૂકવવામાં આવશે જે કર્મચારીઓને રેલવેની કામગીરી સુધારવા માટે કામ કરવા માટે પ્રેરિત કરે તેવી અપેક્ષા છે.

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવાર અને વે.રે.એ.યુનિયનના આસિસ્ટન્ટ સેક્રેટરી સંતોષ પવારે આ અંગે જણાવ્યું હતું કે‘ ગયા વરસે પણ આટલું જ બોનસ અપાયું હતું. જેથી કોવિડમાં પણ રેલ કર્મીઓએ મન મુકીને કામ કર્યું હતું તે વાત ફરી સાબિત થઇ છે, એટલે રેલવે તંત્રે ખાનગીકરણથી દૂર રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...