દુખદ:હાલોલના વૃદ્ધનું કારની ટક્કરે મોત

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલ વડોદરા બાયપાસ રોડ પર બે દિવસ અગાઉ કારની ટકકરે ઇજાગ્રસ્ત વૃદ્ધનું વડોદરાની ખાનગી હોસ્પિટલમાંં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.હાલોલના સાંઇ ટેનામેન્ટમાં રહેતા 60 વર્ષના જયંતિભાઇ પટેલ બે દિવસ અગાઉ સવારે તેઓ હાલોલ વડોદરા બાયપાસ રોડ પર હતા. તે સમયે પુરઝડપે એક કારે ટક્કર મારતા તેઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...