ભાજપના ધારાસભ્યને બે વર્ષની સજા:પંચમહાલના રિસોર્ટમાં જુગાર રમતા ઝડપાયેલા માતરના MLA કેસરીસિંહ અને 4 વિદેશી મહિલાને સજા ફટકારી

હાલોલ6 દિવસ પહેલા
 • જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસ
 • હાલોલ કોર્ટે કુલ 26ને બે વર્ષની સજા ફટકારી

1 જુલાઇ, 2021ના રોજ રાત્રે પંચમહાલ જિલ્લાના શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી પકડાયેલા જુગારધામ કેસમાં હાલોલ કોર્ટે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર કર્યા છે અને તમામને 2 વર્ષની સજા ફટકારી છે.

પોલીસે 26 આરોપીની ધરપકડ કરી હતી
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગરધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી. પોલીસે ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, 4 વિદેશી મહિલા સહિત કુલ 7 મહિલા સહિત 26 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જુગારધામ પરથી 3.89 લાખ રોકડા 25 મોબાઈલ, લેપટોપ, 8 લક્ઝુરિયસ કાર સહિત 1.15 કરોડનો મુદામાલ જપ્ત કર્યો હતો..

માતરના ભાજપના MLA કેસરીસિંહ સોલંકીને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી.
માતરના ભાજપના MLA કેસરીસિંહ સોલંકીને કોર્ટે 2 વર્ષની સજા ફટકારી.

રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ
ચુકાદામાં સજા પામેલા 26 પૈકી 24 આરોપીઓ સજા સમયે હાજર રહ્યા હતા. કોર્ટે કલમ 4 મુજબ 2 વર્ષની સજા, 3 હજારનો દંડ, કલમ 5 મુજબ 6 માસની સજા 1 હજારનો દંડ કર્યો છે. કોર્ટે આરોપીઓને સજા સાથે જીમીરા રિસોર્ટનો પરવાનો રદ કરવાનો હુકમ કર્યો છે. ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી માતરના ધારાસભ્ય છે અને બે ટર્મથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાયેલા છે.

પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી.
પોલીસે શિવરાજપુરના જીમીરા રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કેસનો જુગારધામ પર દરોડો પાડીને 26 જુગારીને ઝડપી કાર્યવાહી કરી હતી.

જુગારધામ અમદાવાદનો શખસ ચલાવતો
પોલીસ તપાસમાં ખૂલ્યું હતું કે જીમીરા રિસોર્ટમાં અમદાવાદનો હર્ષદ વાલજી પટેલ જુગારધામ ચલાવતો હતો. જુગારમાં રોકડ રૂપિયાના વ્યવહાર સામે પ્લાસ્ટિકના કોઈનનો ઉપયોગ કરતો હતો. ઝડપાયેલી મહિલાઓ જોકી તરીકે કામ કરતી હતી. જે જુગાર રમતા લોકોને તાસના પત્તાં વહેંચવા સહિત કોઈનની વહેંચણી કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

26 દોષિતોના નામ

 • કેસરીસિંહ જેસીંગભાઇ સોલંકી (રહે. ખેડા)
 • હર્ષદ વાલજીભાઈ પટેલ (રહે, અમદાવાદ)
 • મંજુ રામુલભાઈ સિવાલ (રહે.નેપાળ)
 • બબીતા ગણેશભાઈ પોખરેલ (રહે.નેપાળ)
 • રોમા કેદાર બસનેત (રહે. ગાંધીનગર, મૂળ નેપાળ)
 • મંજુ કુસુમ પત (રહે. ગાંધીનગર, મૂળ (નેપાળ)
 • હર્ષા દિપેનભાઇ ગોરીયા (રહે. સુરત)
 • નીતા વજુભાઇ પટેલ (રહે. સુરત)
 • પીના હર્ષદભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • જયેશ રમેશભાઈ આકોલિયા (રહે. અમદાવાદ
 • પ્રમોદસિંહ વિરેન્દ્રસિંહ ક્ષત્રિય (રહ, અમદાવાદ)
 • જયેશ લાલજીભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • ગીરીશ કાશીરામ પટેલ (રહે. અમદાવાદ)
 • રાજેન્દ્ર લાલજીભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • દિપક બાબુભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • પ્રફુલ રામભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • અનિલ રમેશભાઈ આકોલિયા (રહે. અમદાવાદ)
 • નિમેષ ધીરૂભાઇ પટેલ (રહે. અમદાવાદ)
 • મોનાર્ક ગણપતભાઈ પટેલ (રહે. અમદાવાદ)
 • વિક્રમ મણી સિંહ બનસેત (રહે. ગાંધીનગર મૂળ રહે. નેપાળ)
 • શૈલેષ ધનજીભાઈ માયાણી (રહે. સુરત)
 • સંજીવ બળદેવભાઇ પટેલ (રહે. અમદાવાદ)
 • મહેન્દ્ર મણીભાઈ પટેલ (રહે. આણંદ)
 • જયેશ રતિભાઈ કાછડીયા (રહે. વડોદરા)
 • વિક્રમ જેઠાભાઈ ભરવાડ (રહે જુનાગઢ, હાલ રહે. અમદાવાદ)
 • પ્રકાશ લાલજીભાઈ ચોડવડિયા (રહે. અમદાવાદ)

26ની સજામાં જજ પ્રેમ હંસરાજ સિંહે શું ટાક્યું ?
દ્યૂતં છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહમ્ ।
જ્યોસ્મિ વ્યવસાયોસ્મિ સત્ત્વં સત્ત્વવતામહમ્ । ।
શ્લોકનું અનુવાદ - હું છલ કપટ કરનારાઓમાં ધૂત છું અને તેજસ્વીઓમાં તેજ છું હું વિજય છું સાહસ છું તથા બળવાઓનો બળ પણ હુંજ છું સ્લોક નો ભાવાર્થ જોવામાં આવે તો શ્રીમદ ભાગવત ગીતા માં ઉપદેશ આપતી વખતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુન ને ઉપદેશ આપેલ કે બ્રહ્માંડ ભર માં અનેક પ્રકારના ઘુતારા હોયછે સર્વ છળ કપટ માં ધૂત (જુગાર) સર્વોપરી છે આમ શ્રીમદ ભગવત ગીતા ના અધ્યાય 10 માં શ્લોક-36 માં ધૃત જુગાર નો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે મુજબ છળ કપટ માં ધૃત યાને જુગાર ને સર્વોપરી ગણવામાં આવેલ છે યાને કે જુગાર રમવો કે રમાડવો તે બન્ને છળ કપટ માં સર્વોપરી યાનેકે છળ કપટ કરનારાઓ સૌથી ઊંચો ગુન્હો હોય તો તે જુગાર રમવા રમાડવાનો ગુન્હો ગણવામાં આવેલ છે.

- કુરાન શરીફમાં પણ અધ્યાય-2 તથા અધ્યાય-5 માં અધ્યાય-2 ની આયાત 219 તથા અધ્યાય-5 ની આયાત 90-91 માં “માયસર અને કિંમર” નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જુગાર અંગે નો છે અને કુરાન શરીફ મુજબ પણ જુગાર રમવાની મનાઈ ફરવામા આવેલ છે અને તેને હરામ તરીકે ગણવામાં આવેલ છે . આમ શ્રીમદ ભગવત ગીતા તથા કુરાન શરીફ માં પણ જુગાર રમવો કે રમાડવો તે સૌથી મોટુ છળકપટ તેમજ મનાઈ ફરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...