એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં 400 વિદ્યાર્થીઓની ફી ના ભરાતા પરીક્ષા પાછી ઠેલવા માટે ફેકલ્ટીના તમામ વિદ્યાર્થી સંગઠનો એકજૂટ થઇને હલ્લાબોલ કર્યું હતું. જેના પગલે યુનિવર્સિટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓની વાત સાંભળવવા માટે ડીન-વાઇસ ડીનને હેડ ઓફીસ ખાતે બોલાવ્યા હતા. 7 જાન્યુઆરીથી શરૂ થતી પરીક્ષાઓ 18 જાન્યુઆરીથી લેવાની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે પોર્ટલ ખોલવામાં નિર્ણય પણ કરાયો હતો.
ગરૂવારે તમામ વિદ્યાર્થી સંગઠનો એકજૂટ થઇને હેડ ઓફીસ ખાતે રજૂઆતો કરવા ગયા હતા. મોટી સંખ્યામાં આવેલા વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરતાં ડીન-વાઇસ ડીનને હેડ ઓફીસ ખાતે બોલાવી દીધા હતા. ડીન દ્વારા રજૂઆતો સાંભળી હતી અને તમની સાથે ફેકલ્ટીમાં બેઠક કરી હતી. 4 કલાક સુધી ચાલેલી બેઠકના અંતે સત્તાધીશો દ્વારા 7 જાન્યુઆરીથી શરૂ થતી બીએ સેમ 3 ની પરીક્ષાને 18 જાન્યુઆરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એમએની પરીક્ષા રાબેતા મુજબર લેવાશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.
.પ્રથમ વર્ષનું પરિણામ જાહેર ના થતા વિદ્યાર્થીઓ ફી ભરી શકયા ના હતા
400 જેટલા વિદ્યાર્થીઓ સમયસર ફી ભરી શકયા ના હતા. સત્તાધીશોની ભૂલના પગલે વિદ્યાર્થીઓ ફી ભરી શકયા ના હતા. આ વિદ્યાર્થીઓનું પ્રથમ વર્ષનું પરિણામ પેન્ડીંગ હતું જેથી તેઓ એસવાયની ફી ભરી શકયા ના હતા. અમુક વિદ્યાર્થીઓના માઇગ્રેશન સર્ટિફીકેટ જમા થયા ના હોવાથી તે ફી ભરી શકયા ના હતા. જોકે હવે બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ શરૂ કરવામાં આવશે અને તેમની ફી લેવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.