ઘર વાપસી / અમેરિકામાં હોત તો કદાચ મુશ્કેલી સર્જાત, વડોદરા પરત આવી ગયા એટલે બચી ગયા

73 વર્ષિય પરિમલભાઇ ચોકસી અને તેમનાં પત્ની મીનાબહેન.
73 વર્ષિય પરિમલભાઇ ચોકસી અને તેમનાં પત્ની મીનાબહેન.
X
73 વર્ષિય પરિમલભાઇ ચોકસી અને તેમનાં પત્ની મીનાબહેન.73 વર્ષિય પરિમલભાઇ ચોકસી અને તેમનાં પત્ની મીનાબહેન.

  • ઓપી રોડ પર રહેતા 75 વર્ષીય પરિમલ ચોક્સી લોકડાઉન પૂર્વે USથી પરત આવ્યા હતા
  • પગનું ઓપરેશન કરાવવા માટે પોતાની તબીબ પુત્રીના ઘરે ન્યૂયોર્ક ખાતે ગયા હતા

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 01:09 PM IST

વડોદરા. લોકડાઉન શરૂ થયું તેના કેટલાક દિવસ અગાઉ 11 માર્ચે ઓપી રોડ વિસ્તારમાં રહેતા 73 વર્ષીય પરિમલભાઇ ચોકસી અને તેમનાં પત્ની મીનાબેન અમેરિકાના ન્યૂયોર્કથી પરત આવી ગયાં હતાં. તેઓ પગના ઓપરેશન માટે અમેરિકા ગયા હતા, પણ તેઓ ભારતમાં હતા એટલે બચ્યાં અેવું તેમનું કહેવું છે. ન્યૂયોર્કની કેટલીક વાસ્તવિકતાની પણ વાત કરી હતી.
હું ભારત હેમખેમ પરત આવી ગયા, ડોદરામાં હતા એટલે બચી ગયા
પરિમલભાઇ માંડવી વિસ્તારમાં સોના-ચાંદીનાં વાસણોની વર્ષો જૂની દુકાન ધરાવે છે. તેઓ કહે છે કે, ‘મને અને મારી પત્ની બંનેને ઊંચો ડાયાબિટીસ છે. મને પગ વાળવામાં તકલીફ થતી હોવાથી ઓપરેશન કરાવવા ગયો હતો, કારણ કે ત્યાં મારી પુત્રી તબીબ છે. તબીબોએ નિદાન કરીને ઓપરેશન પછી કરવાની સલાહ આપી. જોકે તે સમયે ન્યૂયોર્કમાં જે ઝડપે કોરોનાના કેસો વધી રહ્યા હતા અને લોકો ટપોટપ મરી રહ્યા હતા, તે જોતાં ત્યાં લોકોએ તેમને ભારત ન જવાની સલાહ આપી હતી. પણ હું ભારત હેમખેમ પરત આવી ગયા. હવે તેઓ કહે છે કે, જો હું ભારત ન આવ્યો હોત તો અમેરિકામાં કદાચ મુશ્કેલી થાત. વડોદરામાં હતા એટલે બચી ગયા. ન્યૂયોર્કમાં તે સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતું ન હોતું, ટ્રેનમાં પણ લોકો ટોળે વળી જતા હતા. ભારત જેવા પ્રતિબંધો ત્યાં નહતા. એટલે ત્યાં ઝડપી કેસો વધ્યા હતા. તેઓ કહે છે કે, પાડોશીઓએ અમને કંઇ પણ જરૂર હોય તો લાવી આપે છે. અહીં મદદની ભાવના લોકોમાં છે, સરકારે જે પગલા લીધા તેને લીધે અમારા જેવા સેંકડો નાગરિકો બચી ગયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી