તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાઈરસની વેક્સિન હજી સુધી આવી નથી, ત્યાં કોરોના વેક્સિનના નામે વિશ્વભરમાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. વડોદરાના સાઇબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે કોરોનાની વેક્સિનના નામે 3600 કરોડ રૂપિયાથી વધુનું (500 મિલિયન ડોલર) આંતરરાષ્ટ્રીય કૌભાંડ ચાલતું હોવાનો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ડાર્ક વેબ પર હેકર્સ કોરોનાની વેક્સિનની જાહેરાતો આપી રહ્યા છે. હેકર્સ ઇ-મેલ પર ફોટા મોકલીને 20 એમ.એલ. ડોઝના 10 ડોલર ભાવ જણાવે છે અને વેક્સિનની 100 શીશી ઓફર કરીને 1 હજાર ડોલર પડાવે છે.
ડાર્ક વેબથી સાયબર ક્રાઇમ થતુ હોય છે, હજી સુધી અમને કોઇ ફરિયાદ મળી નથી:DCP
વડોદરા શહેર ડીસીપી ક્રાઇમ જયદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ડાર્ક વેબથી સાયબર ક્રાઇમ થતું હોય છે, હજી સુધી અમને કોઇ ફરિયાદ મળી નથી. અમે પણ સોસિયલ મીડિયા દ્વારા લોકજાગૃતિ કરી જ રહ્યા છીએ. સમયાતંરે અમે ડાર્ક વેબ પર વોચ રાખીએ છીએ.
હેકર્સ લોકોને કોરોના વેક્સિનના નામે ફસાવે છે
વડોદરા શહેરના સાઇબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે જણાવ્યું હતું કે હું ડાર્ક વેબ પર ચાલતા ગોરખધંધાને લોકોની સામે લાવવાનું કામ કરું છું અને પોલીસે આ બાબતે સૂચનાઓ પણ આપી છે. હું ડાર્ક વેબને એક્સેસ કરતો હતો ત્યારે મારી સામે કોરોના સંદર્ભે વેક્સિનની જાહેરાતો આવી હતી, ત્યાર બાદ એને લગતા મેલ પણ મને જોવા મળ્યા હતા. આવા મેલ અને જાહેરાતો થકી હેકર્સ લોકો સુધી પહોંચી રહ્યા છે અને લોકોને એમાં ફસાવી રહ્યા છે.
હેકર્સની આવી છેતરપિંડીથી બચવું જોઇએ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે દાવો એવો કરી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયેલના ઘણાબધા અધિકારીઓ આવી વેક્સિનથી ગણતરીના કલાકોમાં કોરોનાને માત આપી ચૂક્યા છે. તો તમે આ ઓર્ડર પ્રી-બુક કરાવી શકો છો. અમારી પાસે લિમિટેડ સ્ટોક છે અને સ્ટોક થકી તમે અમારો સંપર્ક સાધીને બુક કરાવી શકો છો. મારી સામે આ બાબત આવતાં હું લોકોને અપીલ કરું છું કે હેકર્સની આવી છેતરપિંડીથી બચવું જોઇએ.
મેડિકલ સ્ટોકિસ્ટ્સ, ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, દવાખાનાના સંચાલકો અને ડોક્ટર્સનો સંપર્ક કરે છે
તેમણે જણાવ્યું હતું કે સૌથી પહેલા કેરળ પોલીસના સાઈબર ઝોન ડિપાર્ટમેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું, ત્યાર બાદ ગુજરાત પોલીસે નોટિફિકેશન બહાર પાડ્યું છે અને જેના થકી લોકોને જાગ્રત રહેવા જણાવ્યું છે. આ લોકો મેડિકલ સ્ટોકિસ્ટ્સ, ડીલર્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, દવાખાનાના સંચાલકો અને ડોક્ટર્સનો સંપર્ક કરે છે અને મેલ થકી લલચાવીને સ્ટોક કરવાનું સૂચવે છે અને રૂપિયા પડાવે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.