તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાઇબર ક્રાઇમ:બેંકનું મેઇલ ID હેક કરી 9.50 લાખ ટ્રાન્સફર કર્યા, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધી બરોડા ટ્રેડર્સ કો.ઓપ બેંકને સાઇબર ઠગે નિશાન બનાવી

ધી બરોડા ટ્રેડર્સ કો.ઓપ બેંકની હાથીખાના શાખાનું ઈમેલ આઈડી હેક કરી બેંક ખાતા બદલીને ગઠિયાએ પોતાના બેંક એેકાઉન્ટ નંબર મેઈલ કરી તેના ખાતામાં રૂા.9.50 લાખ આર.ટી.જી.એસ મારફતે ટ્રાન્સફર કરાવી લેતા બેંક દ્વારા સાઇબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દાલિયા પોળમાં રહેતા કલ્પેશ કૃષ્ણકાંત પટેલ (ઉ.વ.52) ગેંડીગેટ રોડ પર સાંઈબાબા ચેમ્બરમાં આવેલી ધી બરોડા ટ્રેડર્સ કો.ઓપરેટીવ બેંક માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકની એક શાખા હાથીખાના ફતેપુરા ખાતે પણ આવેલી છે.

કલ્પેશભાઈના અનુસાર 8 એપ્રિલ 2019ના રોજ હાથીખાના શાખામાંથી ગેંડીગેટની મુખ્ય શાખામાં આરટીજીએસ મારફતે રૂા.4.50 લાખ આઈસીઆઈસીઆઈના ખાનામાં ટ્રાન્સફર કર્યાં હોવાનો મેઈલ આવ્યો હતો. અને જે તે ખાતાના બેનીફિસીયરી નામ હરીગોવિંદ તિવારી હતું. કલ્પેશભાઈએ ઈમેલના આધારે રૂા.4.50 લાખ આઈસીઆઈસીઆઈ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. આ જ રીતે 9 એપ્રિલ 2019ના રોજ કલ્પેશભાઈએ રૂા.5 લાખ ઉપરોક્ત બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યાં હતાં.

આસિસટન્ટ મેનેજરે જે બેંકના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યાં હતાં,તે ખાતાના ધારકને તે રૂપિયા ન મળતા તેને બેંકનો સંપર્ક કર્યો હતો. જેથી જાણ થઈ હતી કે, હાથીખાનામાં આવેલા બેંકનું ઈમેઈલ આઈડી હેક કરી તેમાં એકાઉન્ટ નંબર બદલી નાખી કુલ રૂા.9.50 લાખ ટ્રાન્સફર કરાવી દેતા આ ઘટના અંગે આસી.મેનેજર દ્વારા સાયબર ક્રાઈમ બ્રાંચમાં અરજી આપતા આખરે પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...