તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હથિયારોની હેરાફેરી:વડોદરામાં એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે રીઢો ગુનેગાર ઝડપાયો, સપ્લાયર પાસેથી રિવોલ્વર 9 હજારમાં ખરીદી હતી

વડોદરા24 દિવસ પહેલા
તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો
  • આરોપી સામે લૂંટ, મારામારી અને ગેરકાયદે હથિયાર રાખવા સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાંથી SOGની ટીમે નામચીન ગુનેગાર અન્નાને એક રિવોલ્વર અને 3 કારતૂસ સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી પાસેથી એક રિવોલ્વર અને ત્રણ કારતૂસ મળ્યા
વડોદરાના તાંદલજાના મુક્તીનગર પાછળ ઝાડની નીચે બાઈક પાર્ક કરી બેઠેલા અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના(સોનલ પાર્ક સોસાયટી, કલાલી ફાટક પાસે, મૂળ રહે, ઉત્તરપ્રદેશ)ને SOGની ટીમે ઝડપી પાડ્યો હતો અને તપાસ કરતા તેની પાસે એક રિવોલ્વર અને ત્રણ કારતૂસ મળી આવ્યા હતા.

આરોપીએ સપ્લાયર આદિલ ખોખર પાસે 9000 રૂપિયામાં રિવોલ્વર ખરીદી હતી
આરોપીએ સપ્લાયર આદિલ ખોખર પાસે 9000 રૂપિયામાં રિવોલ્વર ખરીદી હતી

9 હજાર રૂપિયામાં રિવોલ્વર ખરીદી
લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલા અનિલ અન્નાની પૂછપરછ દરમિયાન દોઢ મહિના પહેલા મુજમહુડાની ગુજરાત ટ્રેક્ટર સોસાયટીમાં રહેતા આદિલ ખોખર પાસે 9000 રૂપિયામાં રિવોલ્વર ખરીદી હોવાની વિગતો ખુલી છે.

પોલીસ આરોપીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે
રિવોલ્વર સપ્લાય કરનાર આદિલ ખોખર પાસે રિવોલ્વર ક્યાંથી આવી અને બીજી કેટલી રિવોલ્વરનો સોદો કર્યો છે. તેમજ પકડાયેલા ગુનેગારો અન્નાએ આ રિવોલ્વરનો તેણે કોઈ ઉપયોગ કર્યો છે કે, કેમ તેની વિગતો મેળવવા પોલીસે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

આરોપી સામે લૂંટ, મારામારી અને ગેરકાયદે હથિયાર રાખવા સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે
આરોપી સામે લૂંટ, મારામારી અને ગેરકાયદે હથિયાર રાખવા સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે

આરોપી રીઢો ગુનેગાર છે
પકડાયેલો આરોપી અનિલ કૃપાશંકર બિંદ ઉર્ફે અન્ના રીઢો ગુનેગાર છે અને તેની સામે વડોદરા શહેરના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં લૂંટનો 1, મારામારીના 2, ગેરકાયદે હથિયાર રાખવાનો 1 સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે.

અન્ય સમાચારો પણ છે...