તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જિમ ખૂલ્યા, સંચાલકો માટે મેઈન્ટેનન્સ બન્યું વધુ મુશ્કેલ, મેમ્બર્સને છેલ્લા 4 મહિનાનું એક્સટેન્શન અપાશે નહીં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 25 ટકા ક્ષમતા સાથે એન્ટ્રી, ગાઇડલાઇન્સનું થયુ કડક પાલન, સાવચેતી અને વર્કઆઉટના મંત્ર સાથે લોકો બનશે ફીટ

અનલોક-3 માં કેન્દ્ર સરકાર દ્વારા જિમ અને યોગા ક્લાસ 5 ઓગસ્ટથી ખોલવા માટેની મંજૂરી આપવામાં આવી છે. વર્કઆઉટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગાઇડલાઇન્સ રજુ કરવામાં આવી છે જેનું સતત પાલન જીમ ઓનર્સ અને મેમ્બર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે જિમના મેમ્બરોની સુરક્ષા માટે પહેલા દિવસે જિમ સંચાલકોએ કયા પ્રકારના પગલા લીધા અને કઇ રીતે સરકારન નિયમોનું પાલન કર્યુ તે અંગે સિટી ભાસ્કરની ટીમે તાગ મેળવ્યો હતો. શહેરની આશરે 50 ટકા જિમ શરૂ કરવામાં આવી છે.

ગ્રુપ વર્કઆઉટ, એરોબીક્સ કરાયા બંધ, વ્યક્તિગત વર્કઆઉટને પ્રાધાન્ય
જિમ ટ્રેનર સિદ્ધાર્થ ભાલગરેએ જણાવ્યું હતું કે, લોકડાઉન બાદ આજે પહેલો દિવસ હતો પરંતુ વધુ માત્રામાં લોકો વર્કઆઉટ માટે આવ્યા ન હતા. પહેલા દિવસે અમે ફક્ત એક જ બેચ રાખી છે. લોકોના પ્રતિભાવ બાદ જ અમે વધુ બેચ કરીશું. તદુપરાંત ગ્રુપ વર્કઆઉટ, એરોબીક્સ અને ઝુમ્બા હાલમાં બંધ રાખવામાં આવ્યા છે. ફક્ત વ્યક્તિગત વર્કઆઉટ જ કરાવવામાં આવી રહ્યા છે.

4 મહિના બાદ જિમ સંચાલકોને થશે થોડી રાહત, મેઇન્ટેનન્સનો ખર્ચો રહેશે સરખો
શ્વાસ જિમના ઓનર નચીકેત ધ્રુવે જણાવ્યું હતું કે, જિમ ખુલવાથી ઓનર્સને ફાયદો નહી થાય, થોડી રાહત થશે. કારણ કે છેલ્લા 4 મહિનાથી જિમ ખુલ્લા ન હતા પરંતુ જિમનું ભાડું ચાલુ હતું. હાલમાં ફૂલ કેપેસિટીમાં જિમ શરૂ નહી થાય પરંતુ લાઇટબીલ અને જિમના મેઇનટેનન્સનો ખર્ચો સરખો જ રહેશે. તેથી જિમના મેમ્બર્સની મેમ્બરશીપને પાછલા મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું નથી.

જિમ દ્વારા લેવામાં આવતી કાળજીઓ
​​​​​​​} 2 લોકો વચ્ચે 6 ફીટનું અંતર રાખવામાં આવ્યું હતું.
} ટેમ્પ્રેચર ચેક કરી સેનિટાઇઝીંગ કરીને જ એન્ટ્રી અપાઇ હતી.
} માસ્ક અથવા શિલ્ડ પહેરવાનું ફરજીયાત રખાયું હતું.
} અગાઉ જિમ આખો દિવસ ખુલ્લા રહેતા હતા પરંતુ હવે ફક્ત 4 બેચ જ રાખવામાં આવી છે. પહેલા દિવસે 100 ટકા કેપેસીટીની જિમમાં ફક્ત 25 ટકા લોકો જ વર્કઆઉટ માટે આવ્યા હતા.
} જિમ ટ્રેનર્સે માસ્ક અને ગ્લોવ્ઝ પહેરી ટ્રેનિંગ આપી.
} જિમમાં કસરત કરવાના શૂઝ અલગથી લઇ જવાના રહેશે.
} મોટા જિમમાં બાયોમેટ્રીક એન્ટ્રી સિસ્ટમ બંધ કરાઈ છે. મેમ્બરશિપ કાર્ડથી જ સભ્યોને એન્ટ્રી મળશે.
} શાવર અને સ્ટીમ સુવિધા બંધ રાખવામાં આવી છે.
} દરેક બેચ પછી સાધનો અને ફ્લોર સેનિટાઇઝ કરાયા.

અન્ય સમાચારો પણ છે...