અકસ્માતનું જોખમ:અકોટા-દાંડિયાબજાર ઓવરબ્રિજ પર અનેક સ્થળેથી ગટરનાં ઢાંકણાંની ચોરી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોલાર પેનલ નીચેની રેલિંગ નીકળી જતાં અકસ્માતનું જોખમ

અકોટા-દાંડિયાબજાર માર્ગ પર ઠેર-ઠેર ગટરનાં ઢાંકણાં ચોરી થઇ ગયાં છે અને તૂટી ગયેલી રેલિંગ ગમે તે સમયે રાહદારીઓ માટે અકસ્માતનું કારણ બની શકે તેમ છે. અકોટા-દાંડિયાબજાર રોડનો સમાવેશ સ્માર્ટસિટીના વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત કરાયો હતો. આ રોડ પર અંદાજે 30 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવાઈ છે. બીજી તરફ સોલાર પેનલ નીચે ફૂટપાથ પરથી ગટરનાં ઢાંકણાં ગાયબ થઈ ગયાં છે. દાંડિયાબજાર જંક્શનથી શરૂ થતા રોડ પર ફૂટપાથ પર ગટરનાં ઢાંકણાં ઊંચાં થઈ ગયાં છે, જેને કારણે રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે.

જ્યારે સોલાર પેનલ નીચે લગાવેલી સ્ટીલની રેલિંગ નીકળી ગઈ છે. રેલિંગ ગમે તે ઘડીએ રોડ પર પડે તો અકસ્માતનો ભય રહેલો છે. દાંડિયાબજાર-અકોટા બ્રિજ પર તેમજ વિવિધ વિસ્તારોમાંથી ડ્રેનેજનાં ઢાંકણાં ચોરી અંગે ફરિયાદ હજુ નોંધાઇ નથી. પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે જણાવ્યું કે, અકોટા-દાંડિયા બજાર બ્રિજ રોડ પર મેઇન હોલ ખુલ્લા પડ્યા છે, કચરાના ઢગલા પડેલા છે, એંગલો તૂટેલી છે. જે અધિકારીએ તેની કાળજી લીધી નથી તેની સામે પગલાં ભરાવવાં જોઇએ. આ પરિસ્થિતિમાં કોઇનાં બાળકો, રાહદારીઓને અકસ્માતમાં ઇજા થાય તો તમામ જવાબદારી કોર્પોરેશનની રહેશે.

અન્ય સમાચારો પણ છે...