તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:ગોત્રી હોસ્પિટલ માટે 2000 ઇન્જેક્શનનો ઓર્ડર આપ્યો

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મ્યુકોરમાઇકોસીસથી વધુ 2 મોત,બેની આંખો કાઢવી પડી
  • છેલ્લા 24 કલાકમાં નવા 4 દર્દીઓ એસએસજીમાં દાખલ

કોરોના બાદ થતાં રોગ મ્યુકોરમાઇકોસિસમાં છેલ્લા 24 કલાકમાં 4 નવા દર્દીઓ ઉમેરાયા છે. જ્યારે સારવાર દરમિયાન વધુ 2ના મોત થતાં કુલ મૃત્યાંક 20 પર પહોંચ્યો છે. જ્યારે ઓપરેશન કરીને મ્યુકોરમાઇકોસિસની સારવાર લેતા 2 દર્દીઓની આંખો કાઢી લેવી પડી હતી. એસએસજીમાં કુલ દર્દીઓનો આંક 95 પર પહોંચી ગયો હતો. એસએસજીના ડો. રાહુલ ગુપ્તાના જણાવ્યા મુજબ 8 દર્દીઓની આંખ, નાક અને જડબા સહિતના વિવિધ ભાગોની સફાઇ કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરીમાં જનરલ એનેસ્થેસિયા ન આપતા લોકલ એનેસ્થેસિયા આપીને સર્જરી કરાય છે. સર્જરીને લીધે દર્દીના શરીરમાંથી વાઇરલ લોડ ઓછો થઇ જાય છે. આ ઉપરાંત શરીરના વિવિધ અંગોના નમૂનાઓ લઇને 12 દર્દીઓની બાયોપ્સી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મ્યુકોરમાઇકોસિસમાં નિદાન થયા બાદ તુરંત જ સર્જરી કરીને ફુગ કાઢવી પડે છે. જેટલું ઝડપી નિદાન અને સર્જરી થાય તેટલા જ દર્દીને સાજા થવાની શક્યતા વધે છે. એસએસજીમાંથી અત્યાર સુધી 9 દર્દીઓ મ્યુકોરમાઇકોસિસ મુક્ત બન્યાં છે. મ્યુકોરમાઇકોસિસના કેસો વધી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને ગોત્રી હોસ્પિટલમાં પણ અલાયદી સુવિધા શરૂ કરવાની હિલચાલ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ ગોત્રી હોસ્પિટલે મ્યુકોરમાઇકોસિસની સારવારમાં વપરાતા 2000 એમ્ફોટેરિસિન ઇન્જેકશનનો ઓર્ડર આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...