તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધાર્મિક:આજથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ : પાંચમ અને છઠ તિથિ એક જ દિવસે આવતી હોવાથી 8 દિવસના જ નોરતા રહેશે

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુપ્ત નવરાત્રિમાં દેવાધિદેવ શિવજી તથા મહાકાળી માતાજીની પૂજાનું વિશેષ મહત્વ

 અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ 22 જૂનના રોજ થયો છે.જ્યારે 26 જૂનના રોજ છઠ્ઠ તિથીનો ક્ષય હોવાથી ગુપ્ત નવરાત્રિ માત્ર આઠ દિવસની રહેશે.  ઉલ્લેખનીય છે કે વર્ષમાં ચાર નવરાત્રિ મુખ્ય હોય છે. જે અંતર્ગત પહેલી નવરાત્રી માઘ મહિનામાં, બીજી ચૈત્ર મહિનામાં, ત્રીજી અષાઢ મહિનામાં અને ચોથી આસો મહિનામાં આવે છે. માઘ મહિનાની તેમજ અષાઢ મહિનાની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવામાં આવે છે. 

26 જૂનના રોજ પાંચમ અને છઠ તિથિ  સાથે હોવાથી છઠ તિથિનો ક્ષય
  શાસ્ત્રીજી નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, ગુપ્ત નવરાત્રિમાં સાધકો દ્વારા વિશિષ્ટ અનુષ્ઠાન દ્વારા શક્તિની ઉપાસના કરવામાં આવે છે. મંત્ર સિદ્ધિ અને  આધ્યાત્મિક ઉન્નતિ માટે આ નવરાત્રિ વિશેષ મહત્વ ધરાવે છે. અષાઢ સુદ એકમનો પ્રારંભ 21 જૂનના રોજ બપોરે ૧૨:૧૨ મિનિટ થયો છે. જ્યારે ૨૨ જૂને સવારે ૧૧: ૫૯ મિનિટ સુધી એકમ રહે છે.સૂર્યોદય વ્યાપિની પ્રતિપદા સોમવારના દિવસે હોવાથી ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ 22 જૂન,સોમવારના રોજથી થયો છે. જ્યારે 26 જૂનના રોજ પાંચમ અને છઠ તિથિ  સાથે હોવાથી છઠ તિથિનો ક્ષય  થશે. જેથી નવરાત્રી 8 દિવસની રહેશે.

તંત્ર સાધના માટે પણ આ નવરાત્રિનું ખૂબ મહત્વ
 જ્યારે ગુપ્ત નવરાત્રીની સમાપ્તિ 29 જૂને થશે. ઉલ્લેખનીય છે કે ગુપ્ત નવરાત્રિમાં સાધકો વ્રત-  ઉપવાસ અને  દુર્ગા સપ્તશતીના પાઠ દ્વારા કઠિન ભક્તિ કરે છે.  ગુપ્ત નવરાત્રિમાં શીવજી તથા મહાકાળીમાની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. તંત્ર સાધના માટે પણ આ નવરાત્રિ ખૂબ મહત્વ ધરાવે છે.

શક્તિની ઉપાસનાથી સત્વ,રજત અને તમસ ગુણો પર વિજય પ્રાપ્ત થાય છે
મહાકાળી,મહાલક્ષ્મી અને મહાસરસ્વતી આ 3 દેવીનું એક સ્વરૂપ એટલે કુળદેવી જગદંબિકા.વિજ્ઞાનની ભાશા થી સમજીએ તો ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોન સરળ ભાષામાં સત્વ,રજત અને તમસ ગુણો આ દરેક મનુષ્યો ધરાવે છે.શક્તિની ઉપાસનાથી માં દુર્ગાના 9 સ્વરૂપના પૂજન થી ત્રણેય ગુણો પર વિજય પ્રાપ્ત થાય છે. સાત્વિક ગુણની વૃદ્ધિ થતા સ્વભાવમાં નિર્મળતા અને ભક્તિમાં વૃદ્ધિ થાય છે.સર્જન,પાલન અને વિનાશ એ ત્રણેય કાર્ય બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ મહાકાળી,મહાલક્ષ્મી અને મહાસરસ્વતી એટલે શક્તિને સાથે રાખીને સંપૂર્ણ કરે છે. શાસ્ત્રોમાં વર્ણન છે,જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં સ્વયં દેવો બિરાજમાન રહે છે.  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો