તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શક્તિપર્વ:11મીથી ગુપ્ત નવરાત્ર અને 20મીથી ચાતુર્માસ શરૂ થશે

વડોદરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 16મીએ બપોરે 4:55 વાગ્યાથી કર્ક સંક્રાંતિ શરૂ થશે
  • ગુપ્ત નવરાત્ર દરમિયાન રવિપુષ્ય નક્ષત્રનો યોગ સર્જાશે

અષાઢ મહિનાના ગુપ્ત નવરાત્ર 11 જુલાઈના રોજ શરૂ થશે. ગુપ્ત નવરાત્રના 9 દિવસોમાં જગન્નાથ યાત્રા અને રવિપુષ્ય નક્ષત્ર જેવા યોગ સર્જાશે. જેથી નવરાત્રના 9 દિવસોમાં ખરીદી કરવા માટે પણ શુભ રહેશે. ગુપ્ત નવરાત્ર 18 જુલાઈના રોજ સમાપ્ત થશે.

ગુપ્ત નવરાત્ર પૂરા થતાં જ 20 જુલાઈના રોજ દેવશયની એકાદશી આવી રહી છે, જે સાથે ચાતુર્માસનો પ્રારંભ થશે. ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. જ્યારે 4 મહિના બાદ દેવઊઠી એકાદશીએ ચાતુર્માસ સમાપ્ત થતાં લગ્ન, જનોઈ સહિતનાં શુભકાર્યો પણ શરૂ થઈ શકશે.

આ ઉપરાંત 16 જુલાઈના રોજ બપોરે 4:55 વાગ્યાથી કર્ક સંક્રાંતિનો પ્રારંભ થઈ રહ્યો છે તેમજ 15 જુલાઈ લગ્નનું અંતિમ મુહૂર્ત પણ રહેશે. અનુષ્ઠાન કરવા માટે ગુપ્ત નવરાત્ર ચૈત્રી અને આષો નવરાત્રી જેટલા જ મહત્ત્વના હોય છે. માતાજીની ઉપાસના અને સાધના કરનારાઓ આ સમય દરમિયાન ચંડીપાઠ તેમજ શ્રીશુક્તનું અનુષ્ઠાન કરતા હોય છે.

રવિવારે સવારે 5:31 થી 7:47 કલાક સુધીનો સમય ઘટ સ્થાપન માટે શુભ
અષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી માટે 11 જુલાઈના રોજ સવારે 5:31 કલાકથી 7:47 કલાક સુધીનો સમય ઘટ સ્થાપન માટે શુભ છે. ઘટ સ્થાપનની કુલ સમય અવધિ 2 કલાક 16 મિનિટની છે. આ ઉપરાંત ઘટ સ્થાપનનું અભિજિત મુહૂર્ત રવિવારે સવારે 11:59 વાગ્યાથી બપોરે 12:54 કલાક સુધી રહેશે. જ્યારે પ્રતિપદા તિથિ 10 જુલાઈના રોજ સવારે 7:47 કલાકથી શરૂ થઈ 11 જુલાઈ સવારે 7:47 કલાકે સમાપ્ત થશે.

અન્ય સમાચારો પણ છે...