તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:ગુજરાતના પ્રથમ જૈન મહિલા PI શીતલ નીસરનું સન્માન થયું

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતાના સ્વપ્નને સાકાર કરવામાં સફળતા મેળવી

મેયર ડો. જીગીશાબેન શેઠ અને જૈન સોશિયલ ગ્રૂપ વડોદરાના પ્રમુખ દિપક સુરાણા દ્વારા ગુજરાતના પ્રથમ જૈન મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર શીતલ નીસરનું સન્માન કરવામાં આવ્યંુ હતું. જે વિશે માહિતી આપતા જૈન સોશિયલ ગ્રુપ વડોદરાના પ્રમુખ દિપક સુરાણાએ જણાવ્યું હતું કે, જૈન સમાજમાંથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ભાગ્યે જ કોઈ ઓફિસર જોવા મળે છે. તેમા જૈન સમાજની કોઈ દીકરી પોલીસ ઇન્સ્પેક્ટર બની હોય તેવું ભાગ્યે જોવા મળે છે.

વડોદરામાં સેવા આપતી શીતલ નીસર અત્યાર સુધી ગોત્રી વડોદરા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ નિભાવી રહી હતી જેે હવે પોલીસ ઇન્સપેક્ટર બની છે. જૈન સમાજથી ગુજરાતમાં પોલીસ ઇન્સ્પેક્ટર બનનાર શીતલ નીસર પ્રથમ મહિલા ઓફિસર છે. પોલીસ ઇન્સપેક્ટર શીતલ નીસરે જણાવ્યું હતું કે, મારા પિતાજીનું સ્વપ્ન હતું કે હું ભવિષ્યમાં મારી મહેનતથી દેશની સેવા કરું અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારી પોસ્ટ પર નોકરી કરીને દેશની સેવામાં મારું જીવન અર્પિત કરું. આજે તેમનું સ્વપ્ન સાકાર થયું છે.

અન્ય સમાચારો પણ છે...