વડોદરા નજીક પિલાલ ગામની સીમમાં ટી૨ રેસિંગ વિલેજ ખાતે ગુજરાતની સૌથી મોટી મોટોક્રોસ રેસનું આયોજન તા. 19 માર્ચના રોજ કરવામાં આવ્યું છે. ગુજરાતમાંથી કુલ 150થી વધુ રાઇડરો આ મોટોક્રોસ રેસમાં ભાગ લેનાર છે. યુવાનોથી માંડી બાળકો સુધીની કેટેગરી રાખવામાં આવેલ છે. ગુજરાતભરથી આવેલા રાઇડર્સને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવશે
વિવિધ રાજ્યોમાંથી રેસલર આવ્યા
ગુજરાતની સૌથી મોટી યોજાનાર આ મોટોક્રોસ રેસ માટે દિલ્હી, ગોવા, મુંબઇ, પૂણે, જોધપુર, બેંગલુરૂ, ઇન્દોર, ચંદીગઢ, ઔરંગાબાદ, જયપુર, અમદાવાદ, સુરત, જેવા શહેરો માંથી રાઇડર્સ આવ્યા છે. આ રેસની અંદર બાળકોની મોટોક્રોસ, મહિલા મોટોક્રોસ, ફોરવ્હીલ ડ્રાઇવ મોટોક્રોસ જેવી રેસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટોક્રોસના નામાંકિત વડોદરાના જય જયદેવ, આદિરાજ શાહ, ભારતમાં વિદેશી મોટોક્રોસ રેસ રમતા સિધ્ધરાજ મહારોલ, મુસ્તુફા નામદાર, નાયબ સૈયદ, રહેમ સૈયદ, ભારતમાં ડર્ટ મોટો રમતા - એમ. સૈયદ, આસિફ ગૌર, આસિફ, અબ્દુલ, મલીક, શાહરૂખ, ગૌરવ ખત્રી, એમ.ડી.આરીફ, રાજેશ પ્રજાપતિ અને જયપુરથી ઘણા, પૃથ્વી ધિલ્લોન ચંડીગઢથી, વિનીત શર્મા, શાદલ, નિહાલ ઇન્દોરથી, મંગલ પાટીદાર, શામલાલ પરદેશી, પિંકેશ ઠક્કર પૂણેથી, વેંકટેશ તનવીર મુંબઇથી, મોબીન સાહ, મહિલા સવાર રિતુ કૌર, બુલેટ ભારતની રાણી હુમા પઠાણ, વડોદરાની જીયા બાદશાહ, ગોવાની આલીશા ડાયસ, ભારતની એક શ્રેષ્ઠ સવાર છે. દિલ્હીથી ઉમર અને ઉમેર, વડોદરાથી 40થી વધુ રાઇડર્સ તેમજ સુરત તેમજ અમદાવાદના રાઇડર્સ ભાગ લેવા માટે આવ્યા છે.
સારું પ્લેટફોર્મ આપવાનો ધ્યેય
ટી૨ રેસિંગ વિલેજ રિસોર્ટનું મુખ્ય ધ્યેય ભારતભરમાંથી સારા મોટોક્રોસ રાઇડર્સોને પ્લેટફોર્મ આપવાનો છે. આ રિસોર્ટની અંદર પ્રોફેશનલ રાઇડર્સ દ્વારા પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. પોતાની ખાનગી માલિકીનો રેસિંગ ટ્રેક છે. આ રિસોર્ટમાં ટિનેજરો માટે અત્યંત સુરક્ષા અને આંતરરાષ્ટ્રિય ધોરણો પ્રમાણે પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે. તેઓને પ્રોફેશનલ રાઇડર્સો દ્વારા તાલીમ અને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.